તેજસ દવે/મહેસાણા: જિલ્લાના વિજાપુરના 19 વર્ષીય યુવકે એક 12 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને 50 લાખની ખંડણીની માંગણી કરતા પોલીસ દોડતી થઇ હતી. મૂળ વિજાપુરના 19 વર્ષના યુવકે 12 વર્ષનો બાળક જ્યારે શાળાએ જઇ રહ્યો હતો તે સમય દરમિયાન  ફિલ્મી ઢબે બાળકનું અપહરણ કર્યું હતું. પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાળાએ જઇ રહેલા 12 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કરીને એક યુવકે તેના પરિવાર પાસે 50 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી. શાળાએ જઇ રહેલા વિદ્યાર્થીને ફિલ્મી ઢબે અપહરણ કરીને 19 વર્ષીય યુવકે પરિવારને ખંડણીનો ફોન કર્યો હતો. પરિવારે તમામ ઘટના પોલીસને જાણ કરી હતી.


USAની સંસ્થા દ્વારા એશિયાની નંબર વન ટેક્નોલોજિકલ યુનિવર્સિટી તરીકે GTUને એવોર્ડ


ઘટનાની જાણ થતા પોલીસે યુવકની મોબાઇલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. અને તેને ગણતરીના કલાકોમાંજ ઝડપી પાડ્યો હતો. પોલીસે 19 વર્ષીય યુવકની ધરપકડ કરીને એ દિશામા તપાસ શરૂ કરી છે, કે આટલી નાની ઉંમરમાં યુવકે ક્યાં કારણો સર અપહરણ કરીને ખંડણી માગવાની ફરજ પડી આ અંગે તેના કોઇ સાથીની સંડોવણી છે, કે નહિ તે તપાસ પોલીસ કરી રહી છે.


જુઓ Live TV:-