USAની સંસ્થા દ્વારા દેશની નંબર વન ટેક્નોલોજિકલ યુનિવર્સિટી તરીકે GTUને એવોર્ડ

આ વર્ષે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીને ભારતની “મોસ્ટ ટ્રસ્ટેડ સ્ટેટ યુનિવર્સિટી”નો અવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ કન્સલ્ટિંગ કોર્પોરેશન, યુએસએ દ્વારા કન્ઝ્યુમર રીસર્ચ રીપોર્ટ-2019ને આધારે જીટીયુને આ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. શિક્ષણની શક્તિ દ્વારા સશક્ત ભારતના નિર્માણ માટે યોગ્ય પ્રદાન આપતી સંસ્થાઓના યોગદાનને સન્માનિત કરવા આ અવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. 

USAની સંસ્થા દ્વારા દેશની નંબર વન ટેક્નોલોજિકલ યુનિવર્સિટી તરીકે GTUને એવોર્ડ

અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીએ રાજ્યની સૌથી વધુ સંલગ્ન કોલેજો ધરાવતી એકમાત્ર યુનિવર્સિટી છે. વિદ્યાર્થીલક્ષી કાર્યોમાં સતત કાર્યરત રહેતી જીટીયુ છેલ્લા ઘણાં સમયથી નવતર પ્રયોગો દ્વારા સફળતાના અલગ અલગ સોપાનો સર કરી રહી છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ સરળતાથી મળી રહે અને તેમની સગવડો સારામાં સારી રીતે સચવાઇ શકે, તે હેતુથી જીટીયુ પોતાનું કાર્ય કરે છે. જીટીયુના આ પ્રયત્નોને સમયાંતરે અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ અવોર્ડ્ઝ આપવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકારથી લઇને ગુજરાત સરકાર અને અન્ય સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.

આ વર્ષે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીને ભારતની “મોસ્ટ ટ્રસ્ટેડ સ્ટેટ યુનિવર્સિટી”નો અવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ કન્સલ્ટિંગ કોર્પોરેશન, યુએસએ દ્વારા કન્ઝ્યુમર રીસર્ચ રીપોર્ટ-2019ને આધારે જીટીયુને આ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. શિક્ષણની શક્તિ દ્વારા સશક્ત ભારતના નિર્માણ માટે યોગ્ય પ્રદાન આપતી સંસ્થાઓના યોગદાનને સન્માનિત કરવા આ અવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

અમરેલી: રોડ પર પાણી પીવા પહોંચ્યો જંગલનો રાજા સિંહ, VIDEO વાયરલ

ભારતભરની 500થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાંથી જીટીયુને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. દિલ્હી ખાતે આયોજિત આ અવોર્ડ સમારંભમાં ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. નવીનભાઇ શેઠ તથા કુલસચિવ ડો. કે.એન.ખેર ઉપસ્થિત રહ્યા હતા. આ અવોર્ડ રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ નોલેજ એન્ડ ટેક્નોલોજીના કુલપતિ ડૉ. એ. અશોક દ્વારા આપવામાં આવ્યો હતો.

આ છે ગુજરાતનો ‘લોખંડ ખાઉ માણસ’, પેટમાંથી નિકળી 452 મેટલની વસ્તુઓ

આ અવોર્ડ મળતાં જ જીટીયુનું નોમિનેશન એશિયાના મોસ્ટ ટ્રસ્ટેડ એજ્યુકેશન અવોર્ડ માટે કરવામાં આવ્યું છે. આ અવોર્ડ તારીખ 21 ઓક્ટોબર, 2019ના રોજ બેન્કોક ખાતે એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ગુજરાત સરકાર દ્વારા જીટીયુને બેસ્ટ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીનો અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે દિલ્હીથી નેશનલ લેવલ પર જીટીયુને બેસ્ટ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીનો અવોર્ડ આપવામાં આવ્યો છે. અને હવે યુએસએની એક સંસ્થા દ્વારા પણ જીટીયુને સન્માનિત કરવામાં આવી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news