* મહેસાણા અર્બન બેંક વિવાદ માં સપડાઈ
* બેંક કર્મચારી ભરત પટેલ ગુમ થતા વિવાદ સર્જાયો
* ભરત પટેલે ચેરમેન સામે આક્ષેપો કરતી સુસાઇડ નોટ લખી ગાયબ
* ગુમ થવાના વિવાદો વચ્ચે ધિરાણ કૌભાંડ ના આક્ષેપ
* બેંક નું રાજકારણ બેંક ને બદનામ કરવા માં જવાબદાર હોવાનું અનુમાન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજસ દવે/મહેસાણા: જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકના કર્મચારી ભરત પટેલ ગુમ થવા મામલે વિવાદ માં સપડાઈ છે. બેંક ના 16 ખાતાધારકોની ગુપ્ત માહિતી બારોબાર આપી દેવાના આક્ષેપ મુદ્દે શિસ્ત કમિટીએ ઠપકો આપતા ભરત પટેલ સુસાઇડ નોટ લખી ગુમ થતા વિવાદ સર્જાયો છે. તો બીજી તરફ અર્બન બેંકની ચાણસ્મા શાખામાંથી બારોબાર ધિરાણ આપી દેવાનો મામલો પણ હવે ગરમાયો છે.


ભારતીબેનના સ્વાગતમાં ભુલાયા નિયમો, ભાજપના કાર્યકરોએ કોરોનાના તમામ નિયમોના ધજાગરા ઉડાવ્યા


મહેસાણા અર્બન બેંકમાં રાજકારણ ના રંગે કર્મચારી ગુમ થવાનો મામલો બન્યો છે. તો બીજી બેંકમાં ધિરાણ કૌભાંડ મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે. આ સંજોગોમાં મહેસાણાની અર્બન બેંક ફરજ બજાવતા ભરત પટેલને બેંકની શિસ્ત સમિતિએ ઠપકો આપ્યો હતો. શિસ્ત સમિતિએ ઠપકો આપતા ગાયબ થયેલા ભરત પટેલે ચેરમેન સામે માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ગઈકાલે સાંજે સુસાઇડ નોટ લખી ગુમ થયેલા ભરત પટેલે બેંકના ચેરમેન જી.કે.પટેલ સામે માનસિક ત્રાસ આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તો વળી પોતે આપઘાત કરવા જઈ રહ્યો છે એવો ઉલ્લેખ કર્યો છે. આ મુદ્દે ચેરેમેન જી.કે.પટેલે તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું નિવેદન કર્યું છે.


સુરત: મામાના દિકરાએ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું, પરિવાર રસ્તા પર ઉતર્યો


અર્બન બેંકે ભરત પટેલના તમામ આક્ષેપો પાયા વિહોણા જણાવ્યા છે તો વળી, અર્બન બેંકની ચાણસ્મા શાખાએ માલ ઉપર આપેલા ધિરાણનો મામલો પણ સામે આવ્યો છે. ગોડાઉનના માલ ઉપર ધિરાણ આપવાના મામલે માલ ના હોવા છતાં ધિરાણ આપ્યું હોવાનો મામલે સામે આવ્યો છે. કર્મચારી ગુમ થવાના વચ્ચે ધિરાણ આપવાનો વિવાદ સામે આવ્યો છે. આમ,16 જેટલા ખાતેદારો ની ગુપ્ત માહિતી થી શરૂ થયેલો વિવાદ હવે ધિરાણ કૌભાંડ સુધી પહોંચ્યો છે.


આણંદ: 3.5 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ કરનાર 44 વર્ષના નરાધમને ફાંસી


એક તરફ બેંક કર્મચારી ભરત પટેલ ગુમ છે અને પરિવારજનો શોધખોળ કરી રહ્યા છે. ત્યારે મહેસાણા શહેર બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરીયાદ આપવામાં આવી છે. આ તમામ વિવાદો અને આક્ષેપોના મૂળમાં વર્ષ 2019ના સપ્ટેમ્બર માસમાં યોજાયેલી ડિરેક્ટરોની ચૂંટણી માનવામાં આવી રહી છે. ત્યારે ભરત પટેલ ગુમ થવાનો અને હવે ધિરાણ માં કૌભાંડનો મામલો ક્યાંક બેંકની શાખાને કાળો દાગ લગાવી શકે છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube