Mehsana News તેજસ દવે/મહેસાણા : લગ્ન પ્રસંગો અને મરણ પ્રસંગોમાં ઘૂસી રહેલા દૂષણોને પગલે હવે લોકોને મોંઘવારી પ્રસંગો કરવા મુશ્કેલ બની રહ્યાં છે. કુરિવાજોમાં માતાપિતા ભીંસાતા જાય છે. આવામાં હવે ગુજરાતનો ચૌધરી સમાજ આગળ આવ્યો છે. મહેસાણા ખાતે બારગોળ ચૌધરી સમાજનું મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાજમાં વિવિધ પ્રકારના સુધારા લાવવા મહિલા સંમેલન યોજાયું હતું. સમાજમાંથી કુરિવાજો દૂર કરવા મહિલાઓએ આહવાન કર્યું છે. કુરિવાજો ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા મહિલાઓએ કમર કસી છે. આ સંમેલનમાં લવ જેહાદ જેવા અતિ ગંભીર મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. સમાજની મહિલા અગ્રણીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા અને સુધારો લાવવા આહવાન કર્યું. 


છેડતીના આ CCTCV ફુટેજ જોઈને તમે ઘ્રુજી જશો, શેરીમાં રમતી માસુમ બાળકીઓને યુવકે કર્યાં


મહેસાણા જિલ્લામાં ચૌધરી સમાજ ખૂબ જ મોટા પ્રમાણ છે અને સમાજના વિવિધ ગોળમાંથી બાર ગોળ સમાજ દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. મહેસાણા દૂધ સાગર ડેરી હોલ ખાતે સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા બારગોળ ચૌધરી સમાજનું મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. અન્ય સમાજની જેમ ચૌધરી સમાજમાં અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે અને તે પ્રશ્નોને વાચા આપવા અને અયોગ્ય કાર્યો બંધ કરવા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું.


આ બારગોળ ચૌધરી સમાજના મહિલા સંમેલનમાં કુરિવાજો બંધ કરવા, સામાજિક સમરસતા જાળવવા, શૈક્ષણિક પ્રગતિ સાધવા, અંધશ્રદ્ધા અને શ્રદ્ધાનો ભેદ જાણવા, લગ્ન બ્યુરો અને લવ જેહાદ જેવા અતિ ગંભીર પ્રશ્ને જાગૃતિ લાવવાના આશયથી મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. સમાજમાં તમામ પ્રકારની જાગૃતિ અને કુરિવાજો મુદ્દે આયોજિત સંમેલનમાં દરેક જાણકારી ધરાવતી મહિલાઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને સમય પ્રમાણે સમાજમાં સુધારો-જાગૃતિ લાવવા આહવાન કર્યું હતું. 


ગુજરાતના આ શહેરમાં 300 કરોડના ખર્ચે બનશે ભવ્ય આંજણધામ, ચૌધરી સમાજની અનોખી પહેલ