Gujarat Farmers તેજસ દવે/મહેસાણા : ખેડૂતોને પડી રહેલી સમસ્યા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે અંતર્ગત ઝી 24 કલાકની ટિમ મહેસાણા જિલ્લાના ખેડૂત પાસે પહોંચી. જ્યાં જાણવા મળ્યું કે, મહેસાણા જિલ્લાના અનેક ખેડૂતોને દિવસે પાણી ન મળતું હોવાથી રાત્રિ દરમિયાન ખેતરમાં પિયત કરવા જવું પડે છે. અને આ કડકડતી ઠંડીમાં ખેડૂત માટે પિયત કરવું એ જોખમી પણ સાબિત થઈ રહ્યું છે પરંતુ જગતનો તાત પોતાના પરિવારનું ગુજરાન ચલાલવા માટે જીવનાં જોખમે રાત્રી દરમિયાન પિયત કરવા મજબુર બન્યો છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાતે જંગલી પ્રાણીઓનો ડર સતાવે છે 
જિલ્લાના કેટલાક ગામોમાં ખેડૂતોને રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે જેથી દિવસે પાણી ન મળતા આવી કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રિ દરમિયાન ખેતરોમાં પિયત કરવા જવું પડે છે. હાલમાં રવિ પાકની સીઝન ચાલી રહી છે મહેસાણા જિલ્લાના ખેડૂતોએ આ વખતે શાકભાજી સહિત એરંડા, બાજરી, ધઉં, ધાસચારા સહિત અનેક પાકોનું વાવેતર કર્યું છે ત્યારે હાલમાં આ પાકોને પાણી આપવું જરૂરી હોય છે ત્યારે રાત્રિ દરમિયાન પાણી મળતા પિયત કરવું પડે છે અને પિયત કરતા ખેડૂતોને જંગલી પ્રાણીઓનો ડર સતાવે છે.


આ પણ વાંચો : 


કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા બનાવવા આ 2 નામ દિલ્હી મોકલ્યા, પણ ‘નો રિસ્પોન્સ’


ક્રિકેટમાં બનાસકાંઠાનું નામ ગુંજતું કરશે પાટીદાર યુવક, વડનગરનો ઉર્વીલ પટેલ IPL માં



રાત્રિ દરમિયાન ખેડૂતોને વીજળી આપવામાં આવતા ખેડૂતો રાત્રિ દરમિયાન એકલા ખેતરમાં જઈ પણ શકતાં નથી ખેડૂતો એક ટોળકી બનાવી અને એક બાદ એક ખેતરમાં પિયત કરે છે. ખેડૂતો સાથે અત્યાર સુધી અનેક બનાવો પણ બની ચૂક્યા છે કોઈક દિવસ જંગલી પ્રાણીઓ પરેશાન કરે તો કો કોઈક દિવસ કડકડતી ઠંડીને કારણે ખેડૂતો પરેશાન થાય છે હાલમાં ખેડૂતોની એકજ માંગ છે કે તેમને દિવસે વીજળી આપવામાં આવે જેથી તેઓ દિવસે પિયત કરી શકે.