ખુશ ખબરી! 20 વર્ષની માંગ બાદ મહેસાણાને મળ્યું પોરબંદરથી મોતીહારી જતી ટ્રેનનું સ્ટોપેજ
Mehsana News : પોરબંદરથી મોતીહારી જતી ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ મળ્યું... ટ્રેનને સ્ટોપેજ મળતાં 15 હજારથી વધુ પરિવારને ફાયદો થશે..
Porbandar to Motihari Trains તેજસ દવે/મહેસાણા : પોરબંદરથી મોતીહારી જતી ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ મળ્યું છે. ટ્રેનને સ્ટોપેજ મળતાં 15 હજારથી વધુ પરિવારને ફાયદો થશે. 20 વર્ષ બાદ સ્ટોપેજ મળતાં બિહારી સમાજમાં ખુશીની લહેર છવાઈ છે. જેથી બિહારી સમાજે પ્રધાનમંત્રી અને રેલ મંત્રીનો આભાર માન્યો હતો.
પોરબંદર થી મોતીહારી જતી ટ્રેનને મહેસાણા સ્ટોપેજ મળ્યું છે. છેલ્લા 20 વર્ષથી આ ટ્રેન ચાલી રહી છે. 20 વર્ષથી દોડતી આ ટ્રેનના સ્ટોપેજ માટે બિહારી સમાજ લાંબા સમયથી રજૂઆત કરી રહ્યો હતો. પરંતુ ટ્રેનને સ્ટોપેજ નહોતું મળી રહ્યું. બિહારી સમાજ દ્વારા રાજ્યસભા સંસદને રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ જુગલજીએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટ્રેનને સ્ટોપેજ આપવા રજુઆત કરી હતી.
કલેક્ટરની કામલીલાનો ખેલ પાડનાર કેતકી વ્યાસના મોટા કનેક્શન, મહેસાણામા પણ કાંડ કર્યો
20 વર્ષ બાદ આ ટ્રેનને સ્ટોપેજ મળતા પરપ્રાંતીય સહિત બિહારી સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે. ટ્રેનને સ્ટોપેજ મળતા 15 હજારથી વધુ પરિવારોને સીધો ફાયદો થશે. ટ્રેનને સ્ટોપેજ મળતા બિહારી સમાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલ મંત્રીનો આભાર માન્યો હતો.
મહત્વનું છેકે છેલ્લાં 20 વર્ષથી આ ટ્રેન ચાલી રહી છે. જેમાં ટ્રેનના સ્ટોપેજ માટે બિહારી સમાજ રજૂઆત કરી રહ્યો હતો. પરંતુ ટ્રેનને સ્ટોપેજ મળી રહ્યું ન હતું. આખરે બિહારી સમાજ દ્વારા તત્કાલીન રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરને રજૂઆત કરી હતી. જેના પછી તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરતાં મહેસાણાને સ્ટોપેજ માટે મંજૂરી મળી અને 15 ઓગસ્ટથી સ્ટોપેજની શરૂઆત થઈ ગઈ છે.
કલેક્ટર ગઢવીને ફસાવવા કેતકી વ્યાસે ખેલ કર્યો, જમીનની ફાઈલ પાસ કરાવવા યુવતી મોકલી