કલેક્ટર ગઢવીને ફસાવવા કેતકી વ્યાસે આખો ખેલ કર્યો હતો, જમીનની ફાઈલ પાસ કરાવવા મોકલી હતી યુવતી

Anand Collctor DS Gadhvi Video Clip : આણંદના સસ્પેન્ડેડ કલેક્ટરે કેતકી વ્યાસ દ્વારા આપવામાં આવતી ફાઈલો પર વાંધા હોવાથી સહી કરાવવા આનાકાની કરી હતી. તેથી ગઢવીને સબક શીખવાડવા માટે જેડી પટેલ અને રેવન્યુના કેસ લડતા હરીશ ચાવડાની મદદથી વિવાદાસ્પદ જમીનના કેસની ફાઈલ ક્લિયર કરાવવા માટે હનીટ્રેપ ગોઠવાયુ હતું

કલેક્ટર ગઢવીને ફસાવવા કેતકી વ્યાસે આખો ખેલ કર્યો હતો, જમીનની ફાઈલ પાસ કરાવવા મોકલી હતી યુવતી

Anand News : કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવીને તેની કામલીલાનો ખેલ પાડવાનો કારચો આણંદની સરકારી ઓફિસમાં રચાયો હતો. જેમાં કલેક્ટર ડીએસ ગઢવીને તો પહેલા જ સસ્પેન્ડ કરી દેવાયા હતા. પરંતું તેની સામે કલેક્ટર ઓફિસની મહાખેલાડી કેતકી વ્યાસનો ખેલ ખુલ્લો પડ્યો છે. જમીનની ફાઈલો ક્લિયર કરાવવામાં જ કેતકી વ્યાસે આખું ષડયંત્ર રચ્યુ હતું. કેતકી વ્યાસ, તત્કાલીન ચિટનીસ જયેશ પટેલ અને હરીશ ચાવડાએ મળીને કલેક્ટરનો ખેલ પાડી દીધો. આ માટે જેડી પટેલના કહેવાથી હરીશ ચાવડાએ ડીએસ ગઢવી પાસે મોકલવા માટે છોકરીની વ્યવસ્થા કરી હતી. લંપટ કલેક્ટરની ઈચ્છા પામી ગયેલા ત્રણેય ખેલાડીઓએ પોતાની ફાઈલો પાસ કરાવવા માટે આખું તરકટ રચ્યુ હતું. 

આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડીએસ ગઢવીના કઢંગી વીડિયો વાયરલ થયા બાદ આ કેસમાં મોટા ખુલાસા થયા છે. GAS કેતકી વ્યાસ, ડેપ્યુટી મામલતદાર જેડી પટેલે IAS ગઢવીના ચરિત્રનો ફાયદો ઉઠાવ્યા આ ખેલ રચ્યો હતો. જેમાં જમીનની 5 ફાઈલ ક્લિયર કરાવવા માટે કલેક્ટરને ફસાવવામાં આવ્યા હતા.  

GAS કેડરના અધિક નિવાસીક કેલ્ટર RAS કેતકી વ્યાસ અને ચિટનીસ ટુ કલેક્ટર જેડી પટેલે એક વ્યક્તિ હરીશ ચાવડા સાથે મળીને કરસમદ ગામની કેટલીક ફાઈલ ક્લિયર કરાવવા માટે કલેક્ટરને ફસાવ્યા હતા. આ ત્રિપુટીએ આ માટે એક મહિલાની મદદ લીધી હતી. ત્રિપુટીને પહેલેથી જ કલેક્ટરના ચરિત્ર વિશે જાણ હતી, જેનો ત્રિપુટીએ ફાયદો ઉઠાવ્યો હતો.

કેવી રીતે ખેલ પાર પાડ્યો
હજી ગત ઓક્ટોબર, 2022 ના રોજ ડીએસ ગઢવીએ આણંદના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. જેમાં કલેક્ટરે કેતકી વ્યાસ દ્વારા આપવામાં આવતી ફાઈલો પર વાંધા હોવાથી સહી કરાવવા આનાકાની કરી હતી. તેથી ગઢવીને સબક શીખવાડવા માટે જેડી પટેલ અને રેવન્યુના કેસ લડતા હરીશ ચાવડાની મદદથી વિવાદાસ્પદ જમીનના કેસની ફાઈલ ક્લિયર કરાવવા માટે હનીટ્રેપ ગોઠવાયુ હતું. જે માટે હરીશ ચાવડાએ જેડી પટેલના કહેવાથ છોકરીની વ્યવસ્થા કરી હતી. આ બાદ જેડી પટેલે ગુગલ પરથી સર્ચ કરીને ત્રણ સ્પાય કેમેરા મંગાવ્યા હતા. હરીશ ચાવડાએ એક સીટિંગ દીઠ છોકરીને 5 હજાર આપવા અને ફાઈલ પર સહી કરાવી આપવાના બદલામાં 25 હજાર આપવાની વાત કરી હતી. લગભગ 10 દિવસ સુધી રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. 

 

(ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી) #Gujarat #Anand #Viral #ViralVideo #Trending #TrendingNow pic.twitter.com/QAh9AxCTut

— Zee 24 Kalak (@Zee24Kalak) August 10, 2023

 

સ્પાય કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરતા કલેક્ટર ડીએસ ગઢવી વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. બાદમાં યુવતીએ કલેક્ટર સાથે સંબંધ વધારીને તેની સાથે વોટ્સએપ ચેટ પણ કરી હતી. જેના સ્ક્રીન શોટ પણ જેડી પટેલે પોતાના કબજામાં લીધા હતા. આમ, યુવતીને 8 થી 10 સેટિંગના 5 હજાર રૂપિયા લેખે નાણાં ચૂકવાયા હતા. જેના બાદ ગઢવીને પાડી દેવાનો અસલી ખેલ શરૂ થયો હતો. 

સ્પાય કેમેરામાં ગઢવીની તમામ કરતૂત ખૂલી ગઈ હતી. જેના દ્વારા આ ત્રિપુટીએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યુ હતું. ડીએસ ગઢવીને ફૂટેજ ન્યૂઝમાં આપી દેવાની અને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ બળાત્કાર કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. પરંતું કલેક્ટરે તેઓને જોઈ લેવાની ધમકી આપતા જ કેતકી વ્યાસનો ખેલો ઉઁધો પડી ગયો હતો. 

કલેક્ટર જમીનની ફાઈલો મામલે તાબે ન થતા કેતકી વ્યાસે કલેક્ટર ગઢવીની ક્લીપ વાયરલ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news