તેજસ દવે/મહેસાણા :શહેરોની સાથે ગામડા પણ સ્માર્ટ હોવા જોઈએ એવા સૂચનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યાં છે. દેશમાં સ્માર્ટ વિલેજ બનાવવા સરકાર પણ પ્રયત્નશીલ છે. તો હવે સ્માર્ટ વિલેજ કેવું હોવું જોઈએ તે ગુજરાતમાં રહીને શીખવા મળશે. ગુજરાતની કોલેજમાં સ્માર્ટ વિલેજ કેવી રીતે બનાવવું તે શીખવાડવામાં આવશે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને આ શીખવાની તક મળશે. ડિજિટલ ગામ કેવી રીતે બનાવી શકાય તેનો અભ્યાસ દેશમાં સૌ પ્રથમવાર મહેસાણામાં કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર દેશ દુનિયામાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારો તરફ માઈગ્રેશન થઈ રહ્યુ છે. આ માઈગ્રેશન હવે એક સમસ્યા બની રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરી વિસ્તારની સવલતો મેળવવા માટે શહેરોમાં સ્થળાંતરિત થઈ રહ્યા છે. સાથે ગામડાઓમાં બેરાજગારીનો પણ પ્રશ્ન હોય છે. ત્યારે જો આવા ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર જેવી સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએ જ મળી જાય તો આ સમસ્યાનો હલ નીકળી શકે છે. સ્માર્ટ વિલેજ કેવી રીતે તૈયાર કરવુ તે અભ્યાસના માધ્યમથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓે શીખવાડવામાં આવશે. આ માટે  GTU સંલગ્ન મહેસાણાની ગુજરાત પાવર એન્જિનિયિંગ કોલેજમાં ખાસ કોર્સ ડિઝાઈન કરાયો છે. 


આ પણ વાંચો : ISIS મુદ્દે હિન્ટ મળતા જ ગુજરાત પહોંચ્યું ATS-NIA, સુરતમાં શકમંદ યુવકની અટકાયત કરાઈ


દેશમાં સ્માર્ટ વિલેજ બનાવવા સરકાર પ્રયત્નશીલ છે. તો હવે સ્માર્ટ વિલેજ કેવું હોવું જોઈએ તે કોલેજ પણ શીખવાડશે. GTU સંલગ્ન મહેસાણાના મેવડ નજીક આવેલ ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજમાં દેશમાં સૌ પ્રથમવાર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમ સાથે ‘એડિશનલ માઈનોર - નેક્સ્ટ જનરેશન સ્માર્ટ વિલેજ’ નામનો કોર્સ તૈયાર કરાયો છે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને સ્માર્ટ વિલેજ કેવી રીતે તૈયાર કરી શકાય તે શીખવાડવામાં આવશે. 


આ પણ વાંચો : માતાના ખોળામાં સ્તનપાન કરતા બાળકને ખેંચી ગયો દીપડો, દોડીને શોધવા ગઈ તો મળ્યો દીકરાનો મૃતદેહ


દેશમાં આ પ્રકારનો કોર્ષ શરૂ કરનારી મહેસાણા ની GTU સંલગ્ન આ એક માત્ર એન્જિનિયરિંગ કોલેજ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોને શહેરોમાં જઈ રહ્યા છે ત્યારે જો ગ્રામ્ય વિસ્તારમાં જ શહેરી વિસ્તાર જેવી સગવડો મળી રહેશે ત્યારે આ સમસ્યા પણ દૂર થઈ શકશે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને સ્માર્ટ વિલેજ કેવી રીતે તૈયાર કરી શકાય તે શીખવાડવામાં આવશે.