ISIS મુદ્દે હિન્ટ મળતા જ ગુજરાત પહોંચ્યું ATS-NIA, સુરતમાં શકમંદ યુવકની અટકાયત કરાઈ   

NIA ATS Search Operation : આજે અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ પહોંચીને મોટું ઓપરેશન હાથ ધરાયુ છે,  દેશ વિરોધી કૃત્યની શંકાના આધારે ત્રણની પૂછપરછ કરાઈ

ISIS મુદ્દે હિન્ટ મળતા જ ગુજરાત પહોંચ્યું ATS-NIA, સુરતમાં શકમંદ યુવકની અટકાયત કરાઈ   

તેજશ મોદી/સુરત :NIA એ દેશના 6 રાજ્યોમાં શંકાસ્પદ લોકોની શોધમાં 13 જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું છે. ત્યારે આજે વહેલી સવારથી એટીએસ (ATS) અને એનઆઇએની (NIA) ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યા છે.ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને અમદાવાદ જિલ્લા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. હૈદરાબાદમાં દેશ વિરોધી ગતિવિધિઓ તપાસ દરમ્યાન હિન્ટ મળતા એજન્સીઓ ગુજરાત અને અન્ય રાજ્યોમાં દોડતી થઈ છે. કેટલાક ઉર્દુ સાહિત્યની પણ તપાસ શરૂ કરાઇ છે. હાલ ત્રણની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએ અને એટીએસની કાર્યવાહીને લઇને ચારેય શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે એનઆઈએ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

સુરતમાં યુવકની અટકાયત
સુરતમાં આજે વહેલી સવારે ભાગાતળાવ વિસ્તારમાં ATS અને NIA ટીમ પહોંચી હતી. વહેલી સવારે પાંચ વાગ્યા ઓપરેશન શરૂ કરાયુ છે. જેમાં શકમંદ આરોપી યુવક જલીલ મુલ્લાહની અટકાયત કરવામાં આવી છે. તેને પૂછપરછમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલી એસઓજીની કાર્યાલયમાં તેને લઇ જવાયો છે. આ ઓપરેશનમાં સુરત પોલીસ પણ તપાસમાં જોડાઇ છે. જોકે, આ અંગે હજી સુરત પોલીસે કોઇ સત્તાવાર ખુલાસો કરાયો નથી. આ અંગે અન્ય શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોનુ કહેવુ છે કે, 2021નું આઈએસઆઈએસનું એક મોડ્યુલ હતુ જેને ભટકલ ગામ સાથે જોડાયેલુ હતુ. ત્યારે આ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથેની પૂછપરછ થઇ રહી હતી ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા આ વ્યક્તિનું નામ સામે આવ્યું હતુ. જેથી એનઆઈએની ટીમે આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી.

ભરૂચમાં પિતા-પુત્રની પૂછપરછ
ભરૂચમાં NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IB ની ટીમોએ ધામા નાંખ્યા છે. આમોદ અને કંથારીયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આમોદના મૌલાના અમીન અને તેના પિતાની પૂછપરછ શરૂ કરાઇ છે. ઈન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે એજન્સીઓ સવારે 5 વાગ્યાથી ભરૂચને ધમરોળી રહી છે. 

અન્ય રાજ્યોમાં ક્યાં ક્યાં ઓપરેશન

  • મધ્ય પ્રદેશમાં ભોપાલ અને રાયસેન જિલ્લાઓમાં મોટાપાયે સર્ચ ઓપરેશન કરાયુ 
  • બિહારના અરરિયા જિલ્લો, કર્ણાટકના ભટકલ અને તુમકુર સિટી જિલ્લાઓ, 
  • મહારાષ્ટ્રના કોલ્હાપુર અને નાંદેડ જિલ્લાઓ 
  • ઉત્તર પ્રદેશના દેવબંદ જિલ્લાઓ ISISની પ્રવૃત્તિઓ સંબંધિત કેસમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં દસ્તાવેજ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, દેશનો સ્વતંત્રતા પર્વ આવી રહ્યો છે. ત્યારે આતંકી ઘટનાઓ બનવાનો ડર હોય છે. તે પહેલા જ  ATS અને NIA એલર્ટ થઈ ગયુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news