તેજસ દવે/મહેસાણા: ઊંઝા નજીક સગીરા પર ત્રણ શખ્સોએ ગેંગરેપ ગુજાર્યાની ઘટના સામે આવી છે. ઊંઝા નજીક આરોપી શખ્સોએ વારાફરતી સગીરા પર ગેંગરેપ કર્યો હતો. સગીરાએ નોંધાયેલ ફરિયાદ આધારે આ ત્રણેય આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા છે. કોણ છે આ નરાધમ આરોપીઓ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

World Cup 2023: વર્લ્ડકપ ભારત જ જીતશે! બન્યો એક અદ્ભુત સંયોગ, ચાહકો ખુશખુશાલ


મહેસાણાના ઊંઝા નજીક ત્રણ નરાધમ શખ્સોએ સગીરા પર બળાત્કાર કર્યાની ચોકાવનારી ઘટના સામે આવી છે. જો કે આ ઘટનાને હજી ગણતરીના કલાકો જ વીત્યા હતા ત્યાં ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. મહેસાણાના ઊંઝા નજીક ઉનાવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ઊંઝા નજીકના એક ગામની સગીરા પોતાની બીમારીની દવા લેવા માટે અવારનવાર પાટણના ધારપુર નજીક સિવિલ હોસ્પિટલમાં જતી હતી. જ્યાંથી તબીબી લખેલ દવા નજીકના મેડિકલ સ્ટોર પર લેવા જતી હતી. જ્યાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા સંજય ઠાકોર નામના યુવકે સગીરાને ભોળવીને વિશ્વાસમાં લીધી હતી અને દવા લેવા આવતી સગીરાને પોતાનો મોબાઈલ નંબર આપી કહેલું કે હું તને ફોન કરીશ અને તું ફોન ઉપાડજે ... હું ગમે ત્યારે ફોન કરીશ. 


ભાજપના આ દિગ્ગજ નેતા જાહેર કાર્યક્રમમાં ક્યારેય હાર પહેરતા નથી, સામે આવ્યું સિક્રેટ


આમ કહી સંજય ઠાકોરે સગીરા સાથે ટેલિફોનિક સંપર્ક ચાલુ રાખ્યો હતો અને એક દિવસ સંજય ઠાકોરે સગીરાના ગામે મળવા આવવાની વાત કરી. ગત પાંચ સપ્ટેમ્બરે ફોન કરી સંજય ઠાકોરે સગીરાને કહેલું કે હું તને રાત્રે 11:00 વાગે મળવા આવીશ. સંજય ઠાકોર એ એને ધમકી પણ આપેલી કે નહીં આવે તો હું તારા ઘરે આવીશ. જેથી ડરેલી સગીરા પાંચ સપ્ટેમ્બરે રાત્રે 11:00 વાગે ગામની સીમમાં સંજય ઠાકોરને મળવા ગયેલી જ્યાં જોતા સંજય ઠાકોર સાથે વિશાલ ઠાકોર નામનો પણ યુવક હતો. જ્યાં સગીરાએ ફરીથી ના પાડતા સંજય ઠાકોરે સગીરાને ધમકી આપી બાઈક પર બેસાડી તેના મિત્ર સાથે ગામથી દૂર અવાવરું જગ્યામાં ઝાડીમાં લઈ ગયેલો. 


શું અ'વાદમાં કંઈક મોટું થવાનું હતું? LCB સ્કોર્ડને મળી મોટી સફળતા, 6 મોતના સોદાગરો..


જ્યાં પહોંચતા સંજય ઠાકોર અને વિશાલ ઠાકોરના આગોતરા મનસુબા મુજબ વિક્રમ રાવળ નામનો યુવક પણ ત્યાં અવાવરું ઝગયાએ ઝાડીમાં ઉભો હતો. જ્યાં ફરીથી સગીરા કંઈ સવાલ ઉઠાવે એ પહેલા જ મુખ્ય આરોપી સંજય ઠાકોરે સગીરાને ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ કરેલું. અને ત્યાં ઉભેલા વિશાલ ઠાકોર અને વિક્રમ રાવળ પણ વારાફરથી સગીરા પર દુષ્કર્મ કર્યું હતું.


Ambani Driver Salary: અંબાણીના ડ્રાઈવરને મળે છે આટલા લાખોનો પગાર, જાણીને ચોંકી જશો


આમ સંજય ઠાકોર, વિશાલ ઠાકોર અને વિક્રમ રાવળે ભેગા મળી આ સગીરા પર ગેંગરેપ ગુજારતા આ સગીરા હચમચી ગઈ હતી. ગભરાયેલી સગીરાને આ ત્રણેય નરાધમો તે જ હાલતમાં ત્યાં મૂકી ફરાર થઈ ગયા હતા ત્યારે આ સગીરા જેમ તેમ કરી ચાલતી ચાલતી અડધી રાત્રે 2:00 વાગે પોતાના ઘરે પહોંચી હતી. ઘરે પહોંચતા જ જોયું તો મા બાપ પણ સગીરાને અડધી રાત્રે ક્યાં ગઈ હશે ની શોધખોળ કરતા હતા. શોધ ખોળ કરતા મા-બાપની સામે તેમની સગીર દીકરીને ઘરે પરત આવતા જોતા હાશકારો થયો, પરંતુ આ હાશકારો પળ ભર પણ ટક્યો નહીં. જ્યારે સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના પોતાના મા બાપને જણાવી. 


ગણેશ ચતુર્થી પર ગણપતિ ઘરે લાવો તો આ વાતનું રાખજો ધ્યાન, ગણેશ સ્થાપનામાં ન કરવી આ ભુલ


સમગ્ર હકીકત જાણતા જ મા બાપના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ અને સગીરાને લઈને તાત્કાલિક ઉનાવા પોલીસ મથકે પહોંચ્યા ઉનાવા પોલીસ મથકે આ ત્રણેય દુષ્કર્મીઓ સંજય ઠાકોર, વિક્રમ રાવળ અને વિશાલ ઠાકોર વિરુદ્ધ ગેંગરેપ અંગેની ફરિયાદ નોંધાવી.


IPO હોય તો આવોઃ લિસ્ટિંગના 6 દિવસમાં 1.20 લાખના બનાવી દીધા 2.97  લાખ


પાંચ સપ્ટેમ્બરે મધરાતે બનેલી ઘટના નો મામલો પોલીસ મથકે પહોંચતા ઉનાવા પોલીસ, વિસનગર ડીવાયએસપી અને એસ.પી. એલર્ટ મોડમાં આવી ગયા. અને સવાર પડે તે પહેલા રાતોરાત ત્રણે નરાધમ આરોપી સંજય ઠાકોર, વિશાલ ઠાકોર અને વિક્રમ રાવળ ને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા. આ ત્રણેય નરાધમો ને પોલીસે ઝડપી મેડિકલ કરાવ્યા બાદ હવે રિમાન્ડની મેળવવા ની કામગીરી હાથ ધરી છે.