IPO હોય તો આવોઃ લિસ્ટિંગના 6 દિવસમાં 1.20 લાખના બનાવી દીધા 2.97 લાખ, 185 રૂપિયા પહોંચ્યો શેરનો ભાવ

બોન્ડાડા એન્જિનિયરિંગ આઈપીઓ પાછલા મહિને ઓગસ્ટેમાં આવ્યો હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેરની કિંમત 30 ઓગસ્ટ 2023ના બીએસઈ એસએમઈ એક્સચેન્જ પર 142.50 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થયો હતો.
 

IPO હોય તો આવોઃ લિસ્ટિંગના 6 દિવસમાં 1.20 લાખના બનાવી દીધા 2.97  લાખ, 185 રૂપિયા પહોંચ્યો શેરનો ભાવ

Multibagger IPO: બોન્ડાડા એન્જિનિયરિંગ આઈપીઓ (Bondada Engineering IPO) પાછલા મહિને ઓગસ્ટમાં આવ્યો હતો. બોન્ડાડા એન્જિનિયરિંગ શેરની કિંમત 30 ઓગસ્ટ 2023ના બીએસઈ એસએમઈ એક્સચેન્જ પર 142.50 રૂપિયા પર લિસ્ટ થયો હતો. એટલે કે જે લોકોને આઈપીઓ લાગ્યો હતો તેને પ્રથમ દિવસે 90 ટકાનું ભારે પ્રીમિયમ મળ્યું હતું. પરંતુ એસએમઈ સ્ટોકનો જલવો અહીં ખતમ થયો નહીં. ત્યારબાદ શેરમાં વધારો થયો અને લિસ્ટિંગની તારીખ પર 149.62 રૂપિયા પ્રતિ શેરના ઈન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો, પરંતુ ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરવાનું ચૂકી ગયો કારણ કે ફિક્સ્ડ ઈશ્યૂ 75 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર પર રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ બોન્ડાડા એન્જિનિયરિંગના શેરની કિંમત આજે ગુરૂવાર 7 સપ્ટેમ્બરે 185.95 રૂપિયાના નવા હાઈ પર પહોંચી ગઈ છે. એટલે કે એક સપ્તાહમાં ઈન્વેસ્ટરોના પૈસા ડબલ થઈ ગયા. આ સાથે આઈપીઓ 2023માં મલ્ટીબેગર એસએમઈ આઈપીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. 

75 રૂપિયા પર થયો હતો લોન્ચ
તમને જણાવી દઈએ કે બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ ઓગસ્ટ 2023માં 75 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો. 42.72 કરોડનો આ આઈપીઓ બીએસઈ એસએમઈ એક્સચેન્જ પર લિસ્ટ કરવા માટે પ્રસ્તાવિત હતો. આ આઈપીઓ 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ 2023 સુધી ઈન્વેસ્ટરો માટે ઓપન થયો હતો. શેરનું એલોટમેન્ટ 25 ઓગસ્ટે થયું, જ્યારે 28 ઓગસ્ટે રિફંડની શરૂઆત થઈ હતી. આ આઈપીઓ 30 ઓગસ્ટ 2023ના લિસ્ટ થયો હતો. 

1.20 લાખના બની ગયા 2.97 લાખ
એક રિટેલ ઈન્વેસ્ટરને બીએસઈ એસએમઈ આઈપીઓ માટે લોટમાં અરજી કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને એસએમઈ આઈપીઓના એક લોટમાં 1600 શેરસામેલ હતા. તેનો મતલબ છે કે આ ન્યૂ લિસ્ટેડ એસએમઈ સ્ટોકમાં એક લોટની કિંમત 1.20 લાખ હતી. લિસ્ટિંગના એક સપ્તાહની અંદર એસએમઈ સ્ટોક 185.95 રૂપિયા પ્રતિ શેરના નવા શિખર પર પહોંચી ગયો છે. એટલે કે જો કોઈ ઈન્વેસ્ટર પાસે આજે આ સ્ટોક હશે તો તે 1.20 લાખની કિંમત 2.47 લાખથી વધુ થઈ ગઈ હશે. એટલે કે જો કોઈ ઈન્વેસ્ટર ભારે લિસ્ટિંગ લાભ છતાં આ બીએસઈ એસએમઈ આઈપીઓમાં રોકાણ કરતો, તો તેના 1.20 લાખ રૂપિયા આજે લગભગ 2,97,520 કે 2.97 લાખ રૂપિયા થઈ ગયા હોત.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news