કોરોના કાબૂમાં આવતા કેસમાં ઘટાડો થયો, મહેસાણાના મેડિકલ માર્કેટ પર તેની અસર દેખાઈ
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે મોટી તબાહી મચાવી દીધી હતી. જોકે, ત્યાર બાદ હવે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણાની વાત કરીએ તો જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જેને કારણે મેડિકલ માર્કેટમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
તેજસ દવે, મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે મોટી તબાહી મચાવી દીધી હતી. જોકે, ત્યાર બાદ હવે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણાની વાત કરીએ તો જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જેને કારણે મેડિકલ માર્કેટમાં પણ તેની અસર જોવા મળી રહી છે. કોરોના કેસમાં ઘટાડો નોંધાતા અને હાલમાં એક્ટિવ કેસ પણ ઘટ્યા જેને લઈ દવાની માંગમાં ઘટાડો નોંધાયો છે. તેની અસર દવાના માર્કેટ પર જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લામાં હોલસેલ અને રિટેલ દવા બજારમાં અંદાજે રૂ.200 કરોડથી વધુનું ટર્નઓવર થતું હતું, જે ચાલુ મહિને ઘટીને 50 ટકા એટલે કે રૂ.100 કરોડ આસપાસ આવી ગયું છે. દવાના વેપારીઓનું ટર્નઓવર ચોક્કસથી ઓછું થયું છે પણ રોગચાળો નિયંત્રણમાં આવ્યો છે, વાયરસનું સંક્રમણ અટક્યું છે એ વાત આના પરથી ચોક્કસ કહી શકાય.
Topless Photos: આલિયાથી વિદ્યા સુધીની બધી જ હીરોઈન કપડાં કાઢીને કેમેરા સામે કેમ થઈ ગઈ સાવ ઉઘાડી?
મહેસાણા શહેર સહિત જિલ્લામાં નાના-મોટા 1100 મેડિકલ સ્ટોર્સ અને 300 હોલસેલર કેમિસ્ટો હોઇ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હોલસેલ દવાનું હબ ગણાય છે. કોરોનાના પીક સમયે કંપની ડીલરોને ડિમાન્ડ કરતાં કેમિસ્ટોને 25 ટકા દવા મળતી હતી અને એકાદ-બે દિવસમાં ખપત થઇ જતાં રોજરોજ ઓર્ડર લખાવવા પડતા હતા, પરંતુ હવે કોરોનાના કેસ સાવ તળિયે આવતાં દવાબજારમાં ખરીદી અને વેચાણ રૂટીન મોડમાં આવ્યું છે.
હાલમાં પહેલાની જેમ રૂટિન દવાઓની માંગ જોવા મળી રહી છે એટલે મેહસાણા ના દવાબજારમાં હાલ ટર્નઓવર ઓછું થવા ગયું છે. દવાના વેપારીઓ માટે ભલે આ સમાચાર થોડા નુકસાની દર્શાવનારા હોય પણ બીજી તરફ કોરોનાનો કહેર ઓછો થયો છે એ પ્રકારની રાહત પણ આ જ સમાચાર આપી રહ્યાં છે. એજ કારણ છેકે, દવાઓની માગમાં ઘટાડો નોંધાયો છે.
Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube