મહાભારતમાં કેમ કૃષ્ણની ભૂમિકા નહોતા ભજવવા માંગતા નીતીશ ભારદ્વાજ? જાણો વિદુરમાંથી કઈ રીતે કૃષ્ણ બની ગયા ભારદ્વાજ

ટીવીની મહાભારતમાં ભગવાન કૃષ્ણનો કિરદાર નિભાવનારા અભિનેતા નીતીશ ભારદ્વાજ આજે પણ આ કિરદારના કારણે જાણીતા છે. જેઓ 58 વર્ષના થયા છે. આ મોકા પર અમે તમને જણાવી રહ્યા છે તેમના વિશે
કેટલીક રોચક વાતો.

મહાભારતમાં કેમ કૃષ્ણની ભૂમિકા નહોતા ભજવવા માંગતા નીતીશ ભારદ્વાજ? જાણો વિદુરમાંથી કઈ રીતે કૃષ્ણ બની ગયા ભારદ્વાજ

નવી દિલ્લીઃ ટીવીની મહાભારતમાં ભગવાન કૃષ્ણનો કિરદાર નિભાવનારા અભિનેતા નીતીશ ભારદ્વાજ આજે પણ આ કિરદારના કારણે જાણીતા છે. જેઓ 58 વર્ષના થયા છે. આ મોકા પર અમે તમને જણાવી રહ્યા છે તેમના વિશે કેટલીક રોચક વાતો. ટીવી પર શ્રીકૃષ્ણનું નામ પડે એટલે યાદ આવે મહાભારતના શ્રી કૃષ્ણ. સૌમ્ય ચહેરો અને સહજ અભિનયથી નીતીશ ભારદ્વાજે આ પાત્રને યાદગાર બનાવી દીધું. કૃષ્ણ સાથે નીતીશ ભારદ્વાજનું નામ હંમેશા માટે જોડાઈ ગયું છે. એક કિરદારે તેમને લોકોના હ્રદયમાં અનોખું સ્થાન અપાવ્યું. આ સીરિયલનું જ્યારે લૉકડાઉનમાં પુનઃ પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે પણ તેને અભૂતપુર્વ પ્રતિસાદ મળ્યો હતો. આજે જાણીશું નીતીશ ભારદ્વાજના જીવનની કેટલીક અજાણી વાતો.

No description available.

પહેલાં મળ્યો હતો વિદુરનો રોલ:
નીતિશ ભારદ્વાજે પોતાની કરિયરની શરૂઆત નાના પાટેકરની ફિલ્મ તૃષાગ્નિથી કરી હતી. આ ફિલ્મ સાથે જ તેમને મહાભારતમાં કામ કરવાનો મોકો મળી ગયો. પરંતુ મહાભારતમાં તેમને કૃષ્ણનો રોલ એટલી આસાનાથી નથી મળ્યો. જ્યારે બીઆર ચોપડા મહાભારત બનાવી રહ્યા હતા ત્યારે તેની કાસ્ટ મામલે ઘણું જ કન્ફ્યૂઝન હતું. નીતીશ ભારદ્વાજે પહેલા વિદુરનો રોલ આપવામાં આવ્યો હતો. પરંતુ આ રોલના સ્ક્રીન ટેસ્ટ માટે તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે ઑડિશન માટે બીજું કોઈ કોસ્ચ્યૂમ સાથે તૈયાર હતું. નીતીશ કહે છે કે, મે જ્યારે આ વિશે રવિ ચોપડા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે હું અત્યારે 23-24 વર્ષનો છું, વિદુર કેટલાક સમયમાં વૃદ્ધ થઈ જશે અને આ કિરદાર બાદમાં મારા પર શૂટ નહીં કરે.

અભિમન્યુ બનવાની હતી ઈચ્છા:
ફરી જ્યારે મને બોલાવવામાં આવ્યો તો મને નકુલ કે સહદેવનો રોલ આપવામાં આવ્યો. પરંતુ આ બંનેમાંથી કોઈનો રોલ કરવા માટે તૈયાર નહોતો. હું અભિમન્યુનો રોલ કરવા માંગતો હતો. મને મહાભારતની કહાની ખબર હતી એટલે હું નકુલ અને સહદેવનો રોલ નહોતો કરવા માંગતો. મે જીદ કરી કે હું અભિમન્યુનો રોલ જ કરીશ. પછી મને કહેવામાં આવ્યું કે સારું તમે ઘરે જાઓ. આગળ તેના પર વિચાર કરવામાં આવશે.

કેવી રીતે મળ્યો કૃષ્ણનો રોલ?
નીતીશા કૃષ્ણ બનવાનો કિસ્સો ઓછો દિલચસ્પ નથી. જ્યારે નીતીશ ભારદ્વાજને ખબર પડી કે તેમને કૃષ્ણનો રોલ મળી રહ્યો છે તો તેઓ નર્વસ થઈ ગયા. તેઓ આ રોલ નહોતા કરવા માંગતા. તેમને લાગતું હતું કે આ રોલ તેમના કદ કરતા ઘણું મોટો છે અને તેઓ આ ભૂમિકા માટે કોન્ફિડેન્ટ નહોતા. તેમને આ રોલ માટે ફોન આવતા ગયા અને તેઓ ટાળતા ગયા. પછી એક દિવસ ખુદ બીઆર ચોપડાએ તેમને આ રોલ માટે કૉલ કર્યો. તેમણે કહ્યું કે- તને વાંધો શું છે? હું તને સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવું છું અને તું મારા કૉલને ઈગ્નોર કરે છે. તને હંમેશાથી એક સારો રોલ જોઈતો હતો. આવીને કમ સે કમ સ્ક્રીન ટેસ્ટ તો આપ. આ બાદ નીતીશ ભારદ્વાજને એ રોલ માટ સીલેક્ટ કરી લેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news