Mehsana News તેજસ દવે/મહેસાણા : કડી તાલુકાના બાવલુ ગામ પાસે અજાણ્યા વાહનની ટકકરે એક યુવાનનું મોત થયું હતું. પ્રથમ દ્રષ્ટિએ તમામ લોકોએ માની પણ લીધુ કે, આ મોત અકસ્માતને કારણે થયું છે. પણ પોલીસની તપાસમાં થયો મોટો ખુલાસો અને યુવાનના મોત પાછળ મોટી કહાની સામે આવી. અને પછી થયો પ્રેમ પ્રકરણનો ખુલાસો. યુવાનના મોત પાછળ અકસ્માત નહીં પણ બીજું જ કોઈ કારણ જવાબદાર હોવાનું સામે આવ્યું, અને પોલીસ પણ ચોંકી ઉઠી. આખરે યુવાનના મોતનું રહસ્ય ઉકેલાઈ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, જર જમીનને જોરું ત્રણેય કજિયાના છોરું એવી કહેવત છે. કડી તાલુકામાં થોડા સમય પૂર્વે અકસ્માત સર્જી બે લોકોની હત્યા કરવાનો બનાવ હજુ તાજો છે. ત્યાં આ જ રીતે વધુ એક બનાવને અંજામ આપવામાં આવ્યો છે. ગત તરીખ 19 ફેબ્રુઆરીના રોજ કડી તાલુકાના બાવલું ગામ નજીક થોળ સાણંદ ચોકડી પાસે એક અકસ્માત સર્જાયો. જેમાં અજાણ્યા વાહનની ટકકરે સુરજજી ઠાકોર નામના એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે તપાસ માટે પહોંચેલી પોલીસે પણ પ્રથમ દ્રષ્ટિએ આ બનાવને અકસ્માતનો બનાવ માની લીધો હતો. તેમજ મૃતક યુવાન બાબતે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ ચાલુ જ હતી ત્યાં જ પોલીસને આ મૃતક યુવાનને ગામની જ એક પરિણીતા સાથે પ્રેમ સંબધ હોવાની માહિતી મળી. 


આ પણ વાંચો : 


સોનાની લગડી જેવી આ સરકારી સ્કીમ મહિલાઓને કારણે ફેલ થઈ, ગોલ્ડ મોનેટાઇઝ સ્કીમની આવી છે


બજેટમાં વિભાગને સાચવ્યા કે મંત્રીને? જાણો કયા મંત્રીને કેટલા કરોડ રૂપિયા વાપરવા મળશે


આ માહિતી આધારે પોલીસે પરિણીતાના પતિની પૂછપરછ કરી અને પોલીસની પૂછપરછમાં આ બનાવ અકસ્માત નહીં પણ હત્યાનો બનાવ હોવાનું સામે આવ્યું. સુરજજીની હત્યા તેની પરિણીત પ્રેમિકાના પતિ અનિલજી ઠાકોરે પ્રી પ્લાન સાથે કરી હોવાનું બહાર આવ્યું. થોળ ચોકડી પાસે સૂરજજી ઠાકોર ચાલતો જઈ રહ્યો હતો, સમયે જીપ ડાલા સાથે આવેલા અનિલજી ઠાકોરે સુરજજીને ટક્કર મારી હોવાનો ખુલાસો થતા જ અકસ્માતનો બનાવ હત્યામાં બદલાઈ ગયો. બાવલું પોલીસે હત્યાને અંજામ આપનાર અનિલજી ઠાકોરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. 


કડી તાલુકાના થોળ ગામે ગત તારીખ 19 ફ્રેબ્રુઆરીના દિવસે અકસ્માત સર્જાયો હતો. થોળ ગામના સુરજજી જેસંગજી ઠાકોર કે ખાત્રજ પાસે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને રાત્રિના સમય દરમિયાન તેઓ નોકરી માટે ઘરેથી નીકળ્યો હતો. થોળ ચોકડી પાસે આવતા રોડ ક્રોસ કરી રહેલા સુરેશજીને પીકઅપ ડાલા ચાલકે ધડાકા ભેર પાછળથી ટક્કર મારતા સુરજજી ઠાકોર રોડ ઉપર પટકાયો હતો. જ્યાં તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. યુવકનું મોત થતાં બાવલું પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. પરંતું પરિવારજનોને શંકા ઉપજી હતી કે તેમના દીકરાનો અકસ્માત નથી થયો પરંતુ મર્ડર થયું છે. જ્યાં પોલીસે શંકાના આધારે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી તેમજ એફએસએલની ટીમને બોલાવીને આગળની તજવીજ હાથ ધરી હતી અને પોલીસની તપાસની અંદર સંપૂર્ણ ઘટ સ્પોટ થયો હતો.મૃતક સુરેશજી ઠાકોર ના લગ્ન થયા હતા પરંતુ તેઓને તેમની પત્ની સાથે મળમેળ ના આવતા તેમની પત્ની સાથે તેઓએ છૂટાછેડા લીધા હતા અને પોતાના પિતાની સાથે જ રહેતો હતો. જે દરમિયાન તેમના જ ગામમાં રહેતા અનિલજી ઠાકોરની પત્ની સાથે તેને પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. જ્યાં અનિલજી ઠાકોરની પત્નીને સુરેશજી ઠાકોર સાથે પ્રેમ સંબંધ બંધાવવાની ખબર પોતાના પતિ એટલે કે અનિલજી ઠાકોરને પડતા અનિલજી ઠાકોરની પત્ની રિસાઈને પોતાના પિયર જતી રહી હતી. 


કડીમાં થોડા દિવસ પૂર્વે ધંધાકીય અદાવતમાં બે લોકોની અકસ્માત સર્જી હત્યા કરવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ બાદ કડી વિસ્તારમાં જ આ જ પ્રકારે હત્યાનો બનાવ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. ત્યારે આવા બનાવ સમાજ સામે ખતરારૂપ સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો : 


ઓસ્ટ્રેલિયા જઈને ભરાયો ગુજરાતી યુવક, વિદેશ જવાનો મોહ હોય તો આ કિસ્સો જરૂર વાંચી લેવો


ખુશખબર! ગુજરાતમાં ધોરણ-8 પછી 20 હજારનું વાઉચર આપશે સરકાર, વિશ્વાસ ન હોય તો વાંચી લો