અમેરિકા જવા નીકળેલો પાટીદાર યુવક રાતોરાત ગાયબ થયો, ડોમિનિકા બાદથી કોઈ લોકેશન ન મળ્યું
America Visa : મહેસાણામાં હોટલ ચલાવતો સુધીર હસમુખભાઈ પટેલ નામનો યુવક 7 મહિના પહેલા અમેરિકા જવા રવાના થયો હતો... જેની હવે કોઈ ભાળ નથી... પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી
Mehsana News તેજસ દવે/મહેસાણા : અમેરિકા જવાનું સપનુ હવે ગુજરાતીઓને મોઘુ પડી રહ્યું છે. ગેરકાયદે અમેરિકા જવાના રસ્તે ન જાણે કેવા કેવા ખેલ થાય છે. એજન્ટોની માયાજાળમાં ફસાયેલા ગુજરાતી પરિવારો હવે મોત જોઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતવાસીઓમાં આ મોહ વધી રહ્યો છે. ન જાણે ડિંગુચા જેવા કેટલાય પરિવારો હોમાયા છે. હવે ધીરે ધીરે આવા કિસ્સા બહાર આવી રહ્યાં છે. અમેરિકા જવા નીકળેલો વધુ એક ગુજરાતી યુવક ગાયબ થયો છે. રૂપિયા 75 લાખ માં અમેરિકા રવાના થયેલ યુવક સંપર્ક વિહોણો બન્યો છે. 3 શખ્સોએ 75 લાખમાં સોદો નક્કી કરી તેની પાસેથી 10 લાખ પડાવ્યા હતા.
મહેસાણાના હેડુવા નજીક હરિહર હોટલ ચલાવતા યુવક સાથે બનેલી ઘટના છે. સુધીર હસમુખભાઈ પટેલ નામનો યુવક અમેરિકા જવા રવાના થયો હતો. જેની હવે કોઈ ભાળ નથી. સુધીરને પહેલા મુંબઈ લઈ જવાયો હતો. મુંબઈથી એમસ્ટરડમ (નેધરલેન્ડ) પાર્ટ ઓફ સ્પેન લઈ જવાયો હતો. એમસ્ટરડમથી સુધીરને ડોમિનિકા લઈ જવાયો હતો. ડોમિનિકાથી સુધીરને અમેરિકા નહિ મોકલી છેતરપિંડી કરાઈ હતી. સુધીર પાસેથી રૂપિયા 10 લાખ એડવાન્સ લઈને તેને અમેરિકા મોકલાયો જ નહિ.
ચોમાસાનો ત્રીજો રાઉન્ડ ગુજરાત પર કહેર બની ત્રાટકશે, વરસાદનો અસલી ખેલ હવે શરૂ થશે
જોકે, ચિંતાજનક બાબત એ છે કે, હાલ સુધીર ક્યાં છે તેની કોઈ માહિતી નથી. રાતોરાત ગાયબ થઈ ગયેલા સુધીર પટેલ વિશે તેના ભાઈ સુનીલ પટેલે મહેસાણા તાલુક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે દિવ્યેશ ઉર્ફે જોની મનોજ પટેલ, શૈલેષ પટેલ, મહેન્દ્ર ઉર્ફે એમ. ડી. બળદેવભાઈ પટેલ નામના 3 શખ્શો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતનો આ નેશનલ હાઈવે આપે છે 100% કમર દુખાવાની ગેરેન્ટી, પસાર થશો તો રોલર કોસ્ટર જેવું લાગશે
ઉલ્લેખનીય છે કે, ગેરકાયદે અમેરિકા જવાનો રસ્તો જોખમી હોવા છતાં ઉત્તર ગુજરાતમાં એક આખો વર્ગ છે જે આ જોખમ ખેડવા તૈયાર છે. રસ્તામાં તેમની સાથે શું થશે તે ખબર હોવા છતાં તેઓ અમેરિકાના મોહમાં જવા નીકળી પડે છે. આવા જ મોતના રસ્તે ગયેલો મહેસાણાનો સુધીર પટેલ છેલ્લા 7 મહિનાથી ગુમ છે અને પરિવારને એજન્ટો દ્વારા તે ક્યા છે તેની કોઈ જ માહિતી આપવામાં નથી આવી રહી.
ડાકોર મંદિરમાં હવે ગમે તેવા કપડા પહેરીને નહિ જઈ શકાય, મૂકાયો આ પ્રતિબંધ
સુરતીઓની શુભ ઘડી આવી : આ તારીખથી શરૂ થશે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનો કારોબાર