ચોમાસાનો ત્રીજો રાઉન્ડ ગુજરાત પર કહેર બની ત્રાટકશે, વરસાદનો અસલી ખેલ હવે શરૂ થશે

Gujarat Weather Forecast :  ગુજરાતમાં ચોસામાનો ત્રીજો રાઉન્ડ આવી રહ્યો છે. ત્યારે હવેથી રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરતા એલર્ટ કર્યું કે, આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. તેથી સાચવજો. 

Ambalal Patel Monsoon Prediction :

1/5
image

હવામાન વિભાગે આજના હવામાનના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. 15,16 અને 17 તારીખે ભારે વરસાદની આગાહી છે. 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

latest weather update

2/5
image

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. 18 જુલાઈ પછી ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી ઠેય  બંગાળના ઉપસાગરમાંથી 2 વરસાદી સિસ્ટમ આવતા અતિભારે વરસાદની આગાહી છે. 

3/5
image

હવામાન વિભાગે જણાવ્યું કે, વરસાદી સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત નજીક પહોંચી રહી છે. જેથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદની જોર વધશે. ન માત્ર જોર વધશે, પરંતું ભારે વરસાદ પૂર જેવી સ્થિતિ લાવશે. ખાસ કરીને હવે દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ વરસાદ ગતિ કરશે. આ માટે એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. 

4/5
image

આ સિસ્ટમ હવે ગુજરાત પર કહેર બનીને વરસશે. 17 જુલાઈથી વરસાદ વધશે, અને 18 જુલાઈથી વરસાદનું તાંડવ જોવા મળશે. આ ચોમાસાનો ત્રીજો રાઉન્ડ છે. દક્ષિણ મધ્ય ઉત્તરપ્રદેશ પર બનેલી સિસ્ટમની અસર ગુજરાત પર થવાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ દિવસોમા રાજ્યના દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ તૂટી પડશે. 

5/5
image