મહેસાણાઃ એરપોર્ટમાં વિમાન રન-પે પરથી સીધું દિવાલ સાથે ટકરાયું
વિમાન અથડાયાની ઘટના બાદ એરપોર્ટમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.
મહેસાણાઃ શહેરમાં આવેલા એરપોર્ટ પર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અહીં રન-વે પરથી લપસીને વિમાન એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું. આ ઘટના પર ખાંકપીછોડો કરવા માટે એરપોર્ટના સત્તાધિશોએ મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીની માહિતી સામે આવી નથી. જ્યારે એરપોર્ટ ઓથોરિટીએ પણ કોઈ સત્તાવાર માહિતી આપી નથી. [[{"fid":"191138","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણામાં આવેલા એરપોર્ટ પર બપોરના સમયે એક વિમાન રવને પરથી લપસીને સીધું દીવાલ સાથે અથડાયું હતું. નોંધનીય છે કે, મહેસાણામાં ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે અને ત્યાં પાયલોટને ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીં ચાર સીટર પ્લેન ઉડાળવા માટે તાલિમ આપવામાં આવે છે.
વિમાન અથડાયાની ઘટના બાદ એરપોર્ટમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.. વિમાનમાં કોણ સવાર હતું, કોણ વિમાન ઉડાવતું હતું. શું નુકશાન થયું છે કે કોઈ જાનહાની થઈ છે. આ તમામ વિગતો હજુ સુધી બહાર આપી નથી.
[[{"fid":"191140","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]