• એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મહેસાણા જિલ્લાના ગુમ બાળકોને શોધ્યા

  • અપહરણ કરાયેલા અને ગુમ થયેલા કુલ 65 બાળકોને શોધી કાઢ્યા

  • રાજસ્થાન, યુપી, એમપી અને બિહારથી તમામ બાળકો મળી આવ્યા 

  • બાળકોના અપહરણમાં સંડોવાયેલ 70 આરોપીની અટકાયત કરાઈ 


તેજશ દવે/મહેસાણા :મહેસાણા જિલ્લામાં અનેક બાળકો ગુમ (child trafficking) થાય છે. ત્યારે છેલ્લા 6 માસના સમયગળામાં ગુમ થયેલ 65 બાળકો શોધી પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર રેન્જ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં ગુમ થયેલા બાળકો (missing child) ને શોધવા સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવતી હતી. જેમાં આ તમામ બાળકો શોધવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રાઈવ દરમ્યાન મહેસાણા જિલ્લા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા છેલ્લા છ માસમાં 0 થી 14 વર્ષના કુલ 7 બાળકો મળી આવ્યા છે. તેમજ 15 થી 18 વર્ષની 58 કિશોરી મળી કુલ 65 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે.


આ પણ વાંચો : રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું Live મોત : FB પર ચાલુ લાઈવમાં એટેક આવ્યો


અત્યાર સુધીમાં રાજસ્થાન, યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાંથી અપહરણ કરાયેલ બાળકોને શોધી કાઢવામાં મહેસાણા પોલીસને સફળતા મળી છે. સાથે જ 70 જેટલા અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીની અલગ અલગ સમયે અટકાયત પણ કરાઈ છે.


આ પણ વાંચો : કોંગ્રેસમાં ડખા : નિખિલ સવાણી રાજીનામું આપે તે પહેલાં જ યૂથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી હકાલપટ્ટી કરાઈ


ઉલ્લેખનીય છે કે, આટલી નાની વયના બાળકો ગુમ થતા તેમના વાલીઓ ખૂબ ચિંતિત થતા હોય છે. દરમ્યાન આવા ગુમ બાળકોને ઝડપથી શોધી ગુમ બાળકોના વાલીઓની ચિંતા દુર કરવામાં પોલીસ મદદરૂપ થઇ છે.