ઝી બ્યૂરો, મહેસાણાઃ ગુજરાત સરકાર મહિલાઓના ઉત્કર્ષ માટે તેમને પગભર કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકે છે. ખાસ કરીને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓના સખી મંડળોને સરકાર લોન અને સબસીડી આપે છે. જેનાથી તેઓ પોતાના ગૃહ ઉદ્યોગ કે નાના-મોટા વેપાર ધંધાને ચલાવી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત શહેરી યોજનામાં મહેસાણા પાલિકામાં 375 સખી મંડળોની નોંધણી થઈ છે. આ સખીમંડળોને રૂપિયા એક લાખની સહાય કરવા માટે પાલિકા દ્વારા 170ની ભલામણ કરાઈ હતી. જેમાંથી 41 સખી મંડળની રૂ. 41 લાખની લોન મંજુર કરવામાં આવી હતી.


શહેરની બેંક દ્વારા મહિલા સખી મંડળ ને રૂપિયા 1 લાખનું ધિરાણ કરવામાં આવે છે. આ યોજના મહેસાણા પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 375 જેટલા સખી મંડળો જોડાયા હતા. જેમાંથી 170 મંડળોની પાલિકા દ્વારા જેતે બેંક મારફતે લોન મંજુર કરવા ભલામણ કરવામાં આવી હતી. જેમાંથી 41 સખી મંડળોને 410 બહેનોને રૂપિયા 10 હજાર મુજબ 41 લાખ મંજુર કરવામાં આવ્યા હતા. તેમજ પાલિકા દ્વારા હજી વધુ સખી મંડળો જોડાઈ મહિલાઓ સ્વનિર્ભરથી જીવી શકે તેના માટે સખી મંડળો બનાવી પાલિકાના ઇસીડી શાખાનો સંપર્ક કરી જોડાઈ શકે છે.