સનાતન ધર્મની આસ્થાનું ઉત્તમ ઉદાહરણ! આખું ગામ કેસરિયા રંગે રંગાયું, દીવાલો પર રામાયણના પાત્રોનું ચિત્રણ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું 1000 કરતાં વધુ વસ્તી ધરાવતું સયાજીનગર ગામ આજે સનાતન ધર્મની આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યું છે. સયાજીનગર ગામના આવેલ ગામ આજે હિન્દુ સમાજ માટે પ્રેરણા રૂપ બન્યું છે.
તેજસ દવે/મહેસાણા: વિજાપુર તાલુકામાં આવેલું સયાજીનગર ગામ સનાતન ધર્મની આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યું છે, સમગ્ર ગામની દિવાલો કેસરિયા રંગે રંગાયેલી છે, તો ગામની તમામ દિવાલો પર રામાયણના વિવિધ પાત્રોનું ચિત્રણ ઉંડીને આંખે વળગી રહ્યું છે. સયાજીનગર ગામના સરપંચ ધ્વારા યુવા પેઢીને સંસ્કૃતિની પ્રેરણા પુરી પાડતી આ એક ઉત્તમ પહેલ કરવામાં આવી છે.
PMના આ સ્વપ્નને સફળ બનાવવા ગુજરાત મક્કમ! તમામ જિલ્લાઓને મળ્યો ODF+ જિલ્લાનો દરજ્જો
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું 1000 કરતાં વધુ વસ્તી ધરાવતું સયાજીનગર ગામ આજે સનાતન ધર્મની આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યું છે. સયાજીનગર ગામના આવેલ ગામ આજે હિન્દુ સમાજ માટે પ્રેરણા રૂપ બન્યું છે અને આ ગામના સરપંચ દ્વારા ગામના ખૂણે ખૂણે 8 લાખથી વધુના ખર્ચે ગામના મકાનો પર વાલ્મિકી ઋષુ, ભગવાન રામ, ભકત હનુમાન અને લવ કુશ સુધીના સરસ ચિત્રો દોરવામાં આવ્યાં છે. ગામનાં મકાનો આજે કેસરિયો ધારણ કર્યો છે. રામ ચરીત માનસ ભગવાન રામના જીવનના પાત્રોના ચિત્રો આજે ગામની તમામ દીવાલો પર જોવા મળી રહ્યા છે અને સરપંચની આ પહેલાને ગ્રામજનો આવકારી રહ્યા છે.
ફરી મેઘો મંડાયો! આ વિસ્તારોમાં આગામી 7 દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી
ગામના સરપંચ નું કહેવું છે કે તેઓ જ્યારે અયોધ્યા ગયા હતા ત્યારે તેમણે આ પ્રેરણા મળી હતી અને આ ચિત્રો બાદ ગામમાં ખૂબ જ ભક્તિભાવ જોવા મળી રહ્યો છે અને યુવાનો પણ આ ચિત્રો થી પ્રેરણા લઈ રહ્યા છે અને આ ચિત્રો માટે મધ્યપ્રદેશ થી ખાસ પેન્ટરો બોલાવવા માં આવ્યા હતા અને આ ચિત્રો તૈયાર થવામાં 2 મહિના જેટલો સમય લાગ્યો હોવાનું જણાવ્યું હતું એ આ ચિત્રો બનાવવાનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને ભગવાન રામના રામ રાજ્ય અને તેમના જીવન કાળમાં ઘટેલી ઘટનાઓથી માહિતગાર કરવાનો જેથી યુવા વર્ગ હિન્દૂ સંસ્ક્રુતિ વિશે જાણી શકે.
13 વર્ષના વ્રજ પટેલે અંતરિક્ષમાં રોકેટ ઉડાડવાની તૈયારીઓ કરી!મોબાઈલ મેનિયાનો જુદો કેસ
ગામના સરપંચ દ્વારા ગામને કેસરિયા રંગે થી રંગવા માટે અને રામચરિત્ર માનસના હેન્ડ પેન્ટિંગ રંગવા માટે પેન્ટરો મધ્યપ્રદેશથી સ્પેશિયલ બોલાવવામાં આવ્યા હતા. જેમના દ્વારા બે મહિના કરતાં વધુ સમય આ ચિત્રો બનાવવામાં લાગ્યો હતો અને આઠ લાખ કરતા વધુ ખર્ચ થયો હતો. હાલમાં આ તમામ ખર્ચ સરપંચ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જો આગામી દિવસોમાં કોઈ દાતા મળશે તો તેમનો પણ સહયોગ લેવામાં આવશે.
પાલિકા-પંચાયતોમાં ભાજપની નો રિપીટ થિયરી! જૂના જોગીઓ ટેન્શનમાં, નવા ચહેરા ગેલમાં