મહેસાણાઃ અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાયા બાદ ક્ષત્રિય ઠાકોર સેનામાં ભાગલા પડતા જોવા મળી રહ્યા છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં એક પછી એક સૂર નિકળી રહ્યા છે. મોડી સાંજે મહેસાણા ઠાકોર સેનાના નેતા રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સાથેના તમામ સંબંધો કાપી નાખવાની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર દ્વારા મહેસાણાના એક ખાનગી ફાર્મ હાઉસમાં મોડી સાંજે જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાની એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં મહેસાણા જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ, મહેસાણા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા લોકસભાના કૉંગ્રેસના ઉમેદવાર એ. જે. પટેલના સમર્થન માટે આ બેઠકનું આયોજન કરાયું હતું.


આ બેઠકમાં હાજર ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખો, કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો સાથે થયેલી ચર્ચા બાદ મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે સ્ટેજ પરથી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "સર્વસંમતિથી એ નિર્ણય લીધા બાદ મહેસાણા ઠાકોર સેના આજે અલ્પેશની ઠાકોર સેના સાથે પોતાનો છેડો ફાડે છે. અમે સમાજના આગેવાનો પાસે સમર્થન માગીએ છીએ કે, જ્યારે પણ અમને જરૂર પડે ત્યારે તમારું સમર્થન આપજો. સમાજને જ્યારે જરૂર હોય ત્યારે અમારી સેના તમારી સાથે હશે. આજે બોલવું અને કાલે ફરી જવું એ અમારા લોહીમાં નથી." 


અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ પ્રથમ ઇન્ટરવ્યૂ, જુઓ વીડિયો


જોકે, આ બેઠકમાં અલ્પેશ ઠાકોરના એક સમર્થકે વિરોધ કર્યો હતો. વિરોધ કરનારો યુવક કહેતો હતો કે, મને પણ મારી વાત રજૂ કરવાનો હક છે. કોંગ્રેસને સમર્થન આપવાના મુદ્દે આ યુવકે વિરોધ નોંધાવતા વાતાવરણ થોડા સમય માટે તંગ બની ગયું હતું. હાજર અન્ય યુવકો અને વિરોધ કરનાર યુવક વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જોકે, સમજાવટ બાદ વિરોધ કરનારા યુવકને સભામાંથી બહાર મોકલી દેવાયો હતો. 


[[{"fid":"210122","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


અલ્પેશ ઠાકોરે પોતાના અંગત સ્વાર્થ માટે આ નિર્ણય લીધો છેઃ રામજી ઠાકોર 


ઉલ્લેખનીય છે કે, મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે આજે સવારે જ અલ્પેશ ઠાકોર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, "અલ્પેશે ભાજપના ઈશારે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. તેણે પોતાના અંગત સ્વાર્થ માટે આ નિર્મય લીધો છે. અલ્પેશે સમાજનો વિશ્વાસઘાત કર્યો છે અને સમાજ તેને કદી માફ નહીં કરે. અલ્પેશે સાત વર્ષમાં ઠાકોર સમાજને કશું આપ્યું નથી. અલ્પેશ ઠાકોરે મને અને અન્ય બે ધારાસભ્યોને ચૂંટણી હરાવી હતી. તે ગેરમાર્ગે દોરીને સમાજ સાથે ગદ્દારી કરી રહ્યો છે."


કોંગ્રેસ કે ભાજપ કોઈને પણ સમર્થન નહીં: પાટણ ઠાકોર સેના


આ ઉપરાંત, પાટણ જિલ્લાની ક્ષત્રિય ઠાકોર સેનાએ પણ સાંજે એક મહત્વનો નિર્ણય લેતા જાહેર કર્યું હતું કે, પાટણ જિલ્લાની ક્ષત્રિય ઠાકોર સેના રાજકારણથી અલિપ્ત રહેશે. તેઓ કોંગ્રેસ કે ભાજપ કોઈને સમર્થન આપશે નહીં. ઠાકોર સમાજ જેને પણ મત આપવો હોય તેના માટે સ્વતંત્ર છે. 


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....