એશિયાના ફેમસ ઊંઝા માર્કેટયાર્ડ પર મોટું સંકટ, મુશ્કેલીમાં મૂકાયા વેપારીઓ
Unjha Market Yard : ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરાની મબલક આવક... ઓછા ઉત્પાદનના કારણે 2 મહિનામાં જીરાની માત્ર 5 લાખ ગુણી નોંધાઈ... ગયા વર્ષે 24થી 25 લાખ ગુણીની થઈ હતી આવક...
Mehsana News તેજસ દવે/મહેસાણા : એશિયામાં નામના ધરાવતી અને સ્પાઈસિસ સિટી તરીકે જાણીતા ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં સીઝન ચાલી રહી છે. પરંતુ આ વર્ષે જે પ્રમાણે માલ આવવો જોઈએ, તે પ્રમાણે માલ આવી રહ્યો નથી. ગત વર્ષે દરમ્યાન ઊંઝા માર્કેટ યાર્ડમાં 1 વર્ષ માં જીરાની 24 થી 25 લાખ બોરીની આવકો નોંધાઈ હતી. જ્યારે આ વર્ષે ફફત 2 મહિનામાં ફ્કત 5 લાખ બોરીની આવક નોંધાઇ છે, જ્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં આ મહિનાઓ સીઝનનાં મહિનાઓ માનવામાં આવે છે.
ઊંઝા માર્કેટ યાર્ડમાં દર વર્ષે લાખો બોરી જીરાની આવક થતી હોય છે. માર્કેટ યાર્ડમાં ખાસ કરીને ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યના ખેડૂતો પણ પોતાનો માલ વેચવા માટે અહીં આવતા હોય છે. આ વર્ષે ઓછું ઉત્પાદન ઓછું વાવેતર અને કેરી ફોરવર્ડ માલ ન હોવાને કારણે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની ખૂબ જ ઓછી આવકો નોંધાઇ રહી છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં 1 વર્ષમાં જીરાની 24 થી 25 લાખ બોરીની આવકો નોંધાઈ હતી. જ્યારે આ વર્ષે ફફત 2 મહિનામાં ફ્કત 5 લાખ બોરીની આવક નોંધાઇ છે.
ચોમાસા માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, રોહિણી નક્ષત્ર પરથી આપ્યા વરસાદના સંકેત
ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું કે, હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓ માની રહ્યા છે કે ઊંઝા આજુબાજુના સહિત ગુજરાતના અનેક પીઠાઓ એટલે કે માર્કેટ યાર્ડ હાલમાં મજબૂત બન્યા છે. જેથી જે તે માર્કેટ યાર્ડ આજુબાજુના ખેડૂતો તે માર્કેટ યાર્ડમાં પહોચી રહ્યાં છે. તેમજ હાલમાં જે મોટી કંપનીઓ હોય છે, તે મોટી કંપનીઓ ડાયરેક્ટ જે તે ખેડૂત પાસેથી માલ ખરીદી રહી છે. જેના કારણે માર્કેટ યાર્ડમાં ખૂબ જ ઓછા પ્રમાણે માલ આવી રહ્યો હોવાનું વેપારીઓ માની રહ્યા છે,
સરકાર બુલેટ ટ્રેન દોડાવવાની વાતો કરે છે, ને ગુજરાતના આ ગામને પહેલીવાર મળી બસ સુવિધા
ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરુ, વરિયાળી, રાયડો અજમો સહિત અનેક પાકો લઈ ખેડૂતો ઊંઝા માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં રોકડા નાણાં સાચું તોલ હોવાને કારણે દૂર દૂરથી ખેડૂતો પોતાનો માલ લઈ ઊંઝા માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. પરંતુ આ વર્ષે ઓછા ઉત્પાદન અને ઓછા વાવેતરના કારણે માલ ઓછો આવી રહ્યો છે.
મેહાણીઓમાં કેનેડા-અમેરિકા જવાનો ગાંડો ક્રેઝ, માત્ર 3 મહિનામાં આટલા લોકો વિદેશ ઉપડ્યા