મેહાણીઓમાં કેનેડા અને અમેરિકા જવાનો ગાંડો ક્રેઝ, માત્ર 3 મહિનામાં આટલા બધા લોકો વિદેશ ઉપડ્યા
Craze For Foreign : વર્ષ 2023 ના 31 માર્ચ સુધી 2600 લોકો પોલીસનું ક્લિયરન્સ સર્ટિફિકેટ પીસીસી મેળવીને વિદેશી જતા રહ્યા છે. આ માત્ર 3 મહિનાના જ આંકડા છે, એટલે કે આખું વર્ષ તો બાકી છે
Trending Photos
Mehsana News : આજકાલ જેને જુઓ તેને વિદેશ જવાનો મોહ છે. દર બીજા ગુજરાતીને વિદેશ જવાનું ઘેલુ લાગ્યું છે. તમે તમારી આસપાસના જેટલા કિસ્સા સાંભળતા હશો, તેને કરતા વધુ લોકો વિદેશ જાય છે. જેમાં ગેરકાયદે આંકડો તો અલગ છે. તમારી ધારણા કરતા વધુ ગુજરાતીઓ વિદેશ ઉપડી રહ્યાં છે. પરંતુ વિદેશ જવાના મોહમાં મહેસાણાવાસીઓ આગળ હોય તેવુ લાગે છે. મહેસાણીઓમાં કેનેડા અને અમેરિકા જવાનો ગાંડો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સમયાંતરે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરનારાઓમાં પણ આ જિલ્લાના લોકો વધુ હોવાનું સામે આવ્યું છે. કેટલાય મર્યા, કેટલાય પકડાયા, છતા વિદેશ જવાનો મોહ ઓછો થયો નથી. ત્યારે વિદેશ જનારા મહેસાણાવાસીઓનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુનસાર, જાન્યુઆરીથી ડિસેમ્બર 2022 એક વર્ષમાં 35,500 લોકોએ પાસપોર્ટ કઢાવ્યા હતા અને 3900 લોકો પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવી વિદેશ ઉપડી ગયા છે. જે બતાવે છે કે કેટલા મહેસાણાવાસીઓ વિદેશ ઉપડી રહ્યાં છે. 2013 ના વર્ષમાં માત્ર 3 મહિનામાં 16500 પાસપોર્ટ નીકળ્યા હતા, જેની સામે 2600 લોકો વિદેશ ગયા છે. તો 2023 નો આંકડો પણ ચોંકાવનારો છે. વર્ષ 2023 ના 31 માર્ચ સુધી 2600 લોકો પોલીસનું ક્લિયરન્સ સર્ટિફિકેટ પીસીસી મેળવીને વિદેશી જતા રહ્યા છે. આ માત્ર 3 મહિનાના જ આંકડા છે, એટલે કે આખું વર્ષ તો બાકી છે.
કયા કયા વિસ્તારોમાંથી નીકળ્યા પાસપોર્ટ
બહુચરાજી, બાવલુ, કડી, ખેરાલુ, લાડોલ, લાઘણજ, મહેસાણા એ, મહેસાણા બી, મહેસાણા, મોઢેરા, નંદાસણ, સાંથલ, સતલાસણા, ઉનાવા, ઊંઝા, વડનગર, વસઈ, વિજાપુર, વિસનગર શ., વિસનગર
વિદેશ જવાનો આટલો મોહ કેમ
વિદેશ જવાનું રોજગારી કારણભૂત છે તેવુ કહી શકાય. પરંતુ સુખી સંપન્ન પરિવારના સંતાનો પણ વિદેશ જઈ રહ્યાં છે. જે એક પ્રકારનો ટ્રેન્ડ બની ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે