ડીસામાં વીજળી પડતાં એક મહિલાનું મોત, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધીમી ધારે વરસાદ
અષાઢી બીજના એક દિવસ પહેલાં જ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ હતી. ભારે પવન સાથે વરસાદ પડતાં મહેસાણા જિલ્લામાં કેટલાંક ઠેકાણે ઝાડ પડવાની અને વીજ પોલ પડવાની ઘટના પણ સામે આવી હતી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ અષાઢી બીજના એક દિવસ પહેલાં જ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ હતી. ભારે પવન સાથે વરસાદ પડતાં મહેસાણા જિલ્લામાં કેટલાંક ઠેકાણે ઝાડ પડવાની અને વીજ પોલ પડવાની ઘટના પણ સામે આવી હતી. જોકે, આ દરમિયાન મહેસાણા જિલ્લાના ડીસામાં વીજળી પડતા એક મહિલાના મોતની ખબર પણ સામે આવી.
ઉત્તર ગુજરાતમાં અસહ્ય ઉકળાટ બાદ રવિવારે ઇડર અને વિજયનગરમાં સવા ઇંચ, પોશીનામાં પોણો ઇંચ, વિજાપુરમાં એક ઇંચ તેમજ દાંતામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં. ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં શનિવારે રાત્રે લઘુશંકા જવા નીકળેલી 34 વર્ષિય વિજાબેન નરેશભાઇ રબારી ઉપર વીજળી પડતાં મોત થયું હતું.
અષાઢી બીજ રથયાત્રાને સોમવાર એટલેકે, આજે પણ સમગ્ર મહેસાણામાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી જ મહેસાણા જિલ્લાના કડી, વિજાપુર, વડનગર, સતલાસણા અને ખેરાલુ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ઇડર અને વિજયનગર, પોશીના અને દાંતામાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો.
Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube