અલકેશ રાવ, બનાસકાંઠા: પાલનપુરના હાઇવે વિસ્તારમાં એક અસ્થિર મગજની મહિલા ગંભીર હાલતમાં જોવા મળતાં સ્થાનિક લોકોએ 181 મહિલા અભયમની ટિમ બોલાવીને તેને બાયડના માનસિક અને દિવ્યાંગ આશ્રમ ખાતે મોકલી હતી. જ્યાં મહિલાની હાલત ગંભીર થતાં તેને સારવાર માટે હિંમતનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં મહિલા ત્રણ વખત પ્રેગ્નેટ થયાનો અને તેના બાળકો વેચી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- મેઘરાજાની મહેર: 24 કલાકમાં દ.ગુજરાત પહોંચશે મેઘસવારી, રાજ્યમાં વરસાદની આગાહી


અસ્થિર મગજની હિલાના બાળકો વેચી દેવાનો મામલો સામે આવતા Zee24Kalakની ટીમ પાલનપુર હાઇવે વિસ્તારમાં મહિલા જ્યાં રહેતી હતી ત્યાં પહોંચી હતી અને સ્થાનિક લોકો સાથે વાત કરતાં લોકોએ કહ્યું હતું કે, આ મહિલાનું નામ શાંતિ છે અને તે વર્ષોથી અહીં રહેતી હતી. જોકે તે ત્રણ વખત પ્રેગ્નેટ થઇ હતી અને દરેક વખતે તે પ્રેગ્નેસીના છેલ્લા સમયમાં તે ગાયબ થઇ જતી હતી. ત્યારબાદ થોડા સમય બાદ તે પાછી આવી જતી હતી. ત્યારે તેની પાસે તેનું બાળક હોતું નહીં એટલે કોઇ ચોક્કસ અસામાજિક તત્વોની ગેંગ આની પાછળ જવાબદાર હોય અને તેના બાળકોને વેચી મારતી હોય તેવું સ્થાનિકોએ કહ્યું હતું.


વધુમાં વાંચો:- NEET અને JEE જેવી પરીક્ષામાં ઉતીર્ણ થઇને સુરતની સ્તુતિએ મેળવી અનોખી સિદ્ધિ


ત્યારે જે વ્યક્તિ આ મહિલાને નજીકથી ઓળખતા હતા અને જેમણે 181 અભયમ મહિલા ટીમને બોલાવી હતી તેવા કોલેજના પ્રોફેસર કે.સી.પેટલે જણાવ્યું હતું કે, મહિલા ત્રણ વખત પ્રેગ્નેટ થઇ હતી. આ વખતે પણ તે ગાયબ થઇ હતી અને તેની હાલત ગંભીર હોતા મેં જ તેને સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરાવી હતી. જો સરકાર યોગ્ય કાર્યવાહી કરે તો મહિલા સાથે આવું કૃત્ય કરનાર ટોળકી ઝડપાઇ જાય અને ફરીથી આવું કોઇ કૃત્ય ન કરે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...