સિવિલ કોવીડ હોસ્પિટલે જાહેર કર્યું દર્દીઓનું મેનુ, અનેક દર્દીઓએ કરી હતી ફરિયાદ
કોરોના દર્દીઓની જમવા અંગેની અનેક ફરિયાદો આવતા સિવિલ હોસ્પિટલનું તંત્ર સજાગ બન્યું છે અને હોસ્પિટલ દ્વારા દર્દીઓનું મેનુ જાહેર કરવામાં આવ્યું છે.
અતુલ તિવારી, અમદાવાદ : અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા દર્દીઓની સારવાર માટે પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં કોરોનાના શિકાર બનેલા કોરોનાનો અમદાવાદના ન્યુક્લોથ માર્કેટના વેપારી ભંવર ગાંધી પોતાનો અનુભવ મીડિયામાં શેયર કરતા જણાવ્યું હતું કે તેમને આપવામાં આવતી ચા સાવ જ ઠંડી હોય છે અને નાસ્તો પણ ટાઢો બોળ જ હોય છે. તેમને નાસ્તામાં બે બ્રેડ આપવામાં આવે છે. આ માહોલને જોતાં સારા ઘરના દરદીઓ સેન્ટર છોડીને જવાનું પસંદ કરે તેવી સ્થિતિ છે.
ભંવર ગાંધીનો આ અનુભવ ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને સિવિલ હોસ્પિટલની સગવડ ટીકાનો મુદ્દો બની હતી. કોરોના દર્દીઓની જમવા અંગેની અનેક ફરિયાદો આવતા સિવિલ હોસ્પિટલનું તંત્ર સજાગ બન્યું છે અને હોસ્પિટલ દ્વારા દર્દીઓનું મેનુ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદની સિવિલ કોવીડ હોસ્પિટલમાં દર્દીને અપાતા ભોજનનું મેનુ
સવારે 7 વાગે ચા, દૂધ, કોફી, બિસ્કીટ
સવારે 8:30 વાગે મોસંબી, સંતરા, કેળા
9 વાગ્યે બટાકાપૌંઆ, કાંદાપૌંઆ, મસાલા ભાખરી
સવારે 10:30 વાગ્યે વેજિટેબલ સુપ
બપોરે 12 વાગ્યે રોટલી, શાક, દાળ, ભાત, સલાડ, છાશ
બપોરે 3:00 વાગે ફ્રૂટ ડિશ જેમાં પપૈયા, તરબૂચ, કેળા
સાંજે 5 વાગ્યે ચા
સાંજે 7 કલાકે જમવામાં રોટલી, શાક, કઢી, ખીચડી
રાત્રે 9:30 કલાકે ગરમ દૂધ અને બિસ્કીટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube