ગુજરાતના આ જિલ્લામાં ફરી ઝડપાયું મેફડ્રોન ડ્રગ્સ! બે મહિલા સહિત એક પુરુષની ધરપકડ
આરોપીઓ ધોરાજીનો ઇમરાન જુમાં, મુંબઈ મલાડની રહેવાસી આરિસા શેખ અને તાસિફા શેખ મેફડ્રોન ડ્રગ્સ સાથે એસઓજીના સ્ટાફે પકડી પાડેલ છે. આરોપીઓ પાસેથી 23.9o ગ્રામ મેફડ્રોન ડ્રગ્સ, 40000ના મોબાઈલ તેમજ મોપેડ મળી કુલ 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢમાં ફરી મેફડ્રોન ડ્રગ્સ પકડાયું. પોલીસે માંગરોળ ખાતેથી 2.39 લાખની કિંમતનું 23.99 gm ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે.
ચકાચક થઇ જશે ગુજરાતના ગામડાઓના રસ્તા! 'દાદા' એ મંજૂર કર્યા 668,00,00,000 કરોડ
જૂનાગઢ SOG પોલીસને બાતમી મળી હતી કે માંગરોળ તરફ એક મોપેડ પર મેફડ્રોન ડ્રગ્સ લઇ જવામાં આવી રહ્યું છે. જેના આધારે તપાસ કરતા માનખેત્રા પાસે એક કાળી મોપેડ GJ 3 MN 2497 પર ત્રણ શકમંદ લાગતા રોકી તપાસ કરતા તેઓની પાસેથી મેફડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે મોપેડ પર સવાર બે મહિલા અને એક પુરુષની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.
ગેનીબેન ઠાકોરે કરી મોટી ભવિષ્યવાણી! 'માત્ર 15 દિવસમાં જ ચૂંટણી આવે છે, તૈયાર રહો'
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ ધોરાજીનો ઇમરાન જુમાં, મુંબઈ મલાડની રહેવાસી આરિસા શેખ અને તાસિફા શેખ મેફડ્રોન ડ્રગ્સ સાથે એસઓજીના સ્ટાફે પકડી પાડેલ છે. આરોપીઓ પાસેથી 23.9o ગ્રામ મેફડ્રોન ડ્રગ્સ, 40000ના મોબાઈલ તેમજ મોપેડ મળી કુલ 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
આ તારીખથી ગુજરાતમા શરૂ થશે મેઘાનો નવો રાઉન્ડ, અંબાલાલે શુ આપ્યો આવનારા ખતરાનો સંકેત?
પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી આ ડ્રગ્સ કોણે મંગાવ્યું, ક્યાંથી આવ્યું, કોનાં માટે અને ક્યાં વેચાણ કરવાનું હતું જેવા સવાલોના જવાબ મેળવવામાં આવશે. ગત સપ્તાહમાં પણ જૂનાગઢની મેફડ્રોન ડ્રગ્સ નો જથ્થો પકડાયો હતો. ડ્રગ્સની હેરાફેરી કરતા આસામીઓ પર પોલીસ હવે સખ્ત તપાસ કરી રહી છે.
શું તમારા આ રીતે ધ્રુજે છે હાથ? 5 ખતરનાક બીમારીઓનો છે સીધો સંકેત, ના કરતા નજરઅંદાજ