ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. ટીન્ડર એપ થકી હનીટ્રેપમાં વેપારી ફસાયો હતો. ટીન્ડર પર યુવતીએ મિત્રતા કરી વેપારીને એક ફ્લેટમાં લઇ ગઇ હતી. જ્યાં નકલી પોલીસ બની એવાલા શખ્સોએ વેપારીને માર મારી 20 લાખની માંગણી કરી હતી. જો કે, વેપારીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- યુવતીએ અપશબ્દો કહેતા પ્રેમીએ નંબર અને ફોટા વાયરલ કરી દીધા


પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના બોપલ વિસ્તારમાં રહેતા એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. આ વેપારી મની એક્સચેન્જનું કામ કરે છે. 11 વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા જો કે 4 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. પત્ની સાથે છૂટાછેડા થયા બાદ વેપારી એકલવયું જીવતા હતા અને તેમને કોઈના સાથની જરૂર હતી. જેથી વેપારીએ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.


આ પણ વાંચો:- અમદાવાદ: પાનના ગલ્લાઓ ફરી એકવાર થશે બંધ, કોરોના સંક્રમણ વધતા તંત્રનો નિર્ણય


જો કે, બાદમાં તેમને એકની યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. થોડો સમય એકબીજા સાથે મેસેજ પર વાત કર્યા બાદ તેઓએ મળવાનું નક્કી કર્યું હતું. એકબીજાને મળ્યા બાદ યુવતીએ એકાંતમાં સમય વિતાવવાનું કહીં તેના ફ્લેટ પર લઇ ગઈ હતી. જ્યાં યુવતીએ કપડા ઉતારવાનું શરૂ કર્યું અને વેપારીને પણ કપડા ઉતારવા માટે કહ્યું હતું. જો કે, આ તે જ સમયે નકલી પોલીસ બનીને આવેલા શખ્સો ફ્લેટમાં ઘુસી ગયા હતા.


આ પણ વાંચો:- અમદાવાદ: PCBના લાંચિયા ક્લાસ-1 અધિકારીને ACB એ ઝડપ્યો, કરોડોની મિલ્કત મળી


આ શખ્સોએ યુવતીને પોતાની બહેન હોવાનું જણાવી વેપારીની લાકડીઓથી માર માર્યો અને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપી હતી. વેપારી બચવાનો પ્રયત્ન કરે તે પહેલા જ આ શખ્સોએ વેપારીને ગોંધી રાખ્યો હતો અને 20 લાખની માંગણી કરી હતી. જો કે, આ બધુ પૂર્ણ થયા બાદ વેપારી જ્યારે તેના ઘરે ગયો ત્યારે તેને હાઇપલોગ્લાસમિયાનો એટેક પણ આવ્યો હતા.


આ પણ વાંચો:- હાઇકોર્ટની ટકોર બાદ સરકાર અને શાળા સંચાલકો બંન્ને સફાળા જાગ્યા, ફી ઘટાડવા અંગેની તૈયારી


ત્યારબાદ વેપારીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા સેટેલાઇટ પોલીસે આરોપીઓને પકડી પાડવામાં વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube