ગાંધીનગરઃ આવતીકાલે એટલે કે 1 મે (શુક્રવારે) ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. 1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી અલગ પડીને ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ પ્રજાજોગ સંદેશો આપ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સમયે ગુજરાતના ભવ્ય ઈતિહાસને પણ યાદ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, વેપાર ઉદ્યોગ, બંદરોનો વિકાસ ગુજરાતે કર્યો છે. મુખ્યપ્રધાને કહ્યું કે, આપણે રાજ્યની સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમથી કરતા હોઈએ પરંતુ આ વખતે આપણે કોરોના સામે લડાઈ લડવાની છે. વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોના વાયરસના સમયમાં અનેક પ્રાંતના લોકો ગુજરાતમાં છે, જે રોજીરોટી મેળવવા અહીં આવ્યાહતા. હવે તેમને પરત મોકલવાની કામગીરી કરવાની છે. 


પ્રત્યેક વ્યક્તિ કોરોના સામે લડાઈમાં પોતાની ભૂમિકા ભજવશે
હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. તેથી ગુજરાતના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવી શક્ય નથી. સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, પ્રત્યેક વ્યક્તિએ કોરોના સામેની લડાઈમાં પોતાની ભૂમિકા ભજવવાની છે. તેમણે કહ્યું કે, દરેક ગુજરાતી પ્રતિજ્ઞા લે કે માસ્ક પહેર્યા વગર બહાર નિકળશે નહીં. દિવસમાં સાબુથી વારંવાર હાથ ધોવે. સીએમે કહ્યું કે, કોરોના વાયરસ સામેની લડાઇમાં આપણી સામુહિક શક્તિ પ્રદર્શિત કરીએ.


તો મુખ્યપ્રધાને મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના એપીએલ કાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજ આપવામાં આવશે. આનો લાભ 61 લાખ કુટુંબોને મળશે. 7 મેથી 12 મે સુધીમાં આ અનાજ વિતરણ કરવામાં આવશે. આ સાથે માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજના અંતર્ગત કોરોના ટેસ્ટનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે. મુખ્યપ્રધાને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર