ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે કરી આ આગાહી
ગુજરાતમાં થોડા દિવસથી વરસાદ (Rain) લગભગ ગાયબ છે. તો કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે લોકો ફરી આકાશ તરફ મીટ માંડીને બેસ્યા છે કે વરસાદ ક્યારે આવશે
અર્પણ કાયદાવાદા/ અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસથી વરસાદ (Rain) લગભગ ગાયબ છે. તો કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે લોકો ફરી આકાશ તરફ મીટ માંડીને બેસ્યા છે કે વરસાદ ક્યારે આવશે. ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહીથી ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની (Heavy Rain) આશા નથી. ગુજરાતમાં 41 ટકા વરસાદની ઘટ છે.
રાજ્યમાં વરસાદની (Rain) ખેંચ જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નહિવત વરસાદ નોંધાયો છે. ત્યારે આજે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની (Heavy Rain) આશા નથી. ગુજરાતમાં 41 ટકા વરસાદની ઘટ છે. ત્યારે હજુ પણ સારા વરસાદની રાહ જોવી પડી શકે છે. જેને લઇને ખેડૂતો (Farmer) માટે આ એક મોટા માઠા સમાચાર કહી શકાય છે કેમ કે, ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વાવેતરને જો યોગ્ય સિંચાઈ માટે પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જઈ શકે છે એવામાં જો વરસાદ પણ આગામી 15 ઓગસ્ટ સુધી સારા વરસાદની કોઈ આશા નથી.
આ પણ વાંચો:- સરકારી નોકરી મેળવવાની લાલચમાં 10 લાખના ખાડામાં ઉતર્યો યુવાન, પોલીસે ઠગ ટોળકીને ઝડપી પાડી
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં વરસાદની ખેંચ હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે, મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ત્યારે તમામ પાકો અને પાણીની જરૂરિયાત છે તેના સંજોગોમાં કડાણા ડેમ મધ્ય ગુજરાતના ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 160000 હેકટર કરતાં વધુ વિસ્તારમાં સિંચાઈ આપવામાં આવે છે. આ સિંચાઇથી મળેલા પાણીના ઉપયોગથી 1 લાખ 60 હજાર હેક્ટર વિસ્તારમાં ખેડૂતો ડાંગરનું વાવેતર કરે છે. ઉનાળામાં પણ સરકારે નર્મદા કેનાલ મારફતે પાણી આપ્યું હતું.
આ પણ વાંચો:- Ahmedabad: તું મારી નહિ તો કોઈની નહિ થવા દવ, પૂર્વ પતિએ પત્ની 27 છરીના ઘા મારી કરી હત્યા
ડાંગરનું ધરૂ ઊગી ગયું છે તેને પાણીની ખૂબ જરૂરિયાત છે. આ સંજોગોમાં કડાણામાં પણ લેવલ છે તેનાથી થોડુંક જ ઓછું પાણી છે પણ પાણીનો જથ્થો મર્યાદિત છે ગુજરાતના બધા ડેમમાંથી 30 થી 35 ટકા છે. કપરા સંજોગો 8 થી 9 વર્ષથી નથી થયા તેવા સંજોગોમાં આ વખતે ઉભા થયા છે. નર્મદા નિગમ પાસે સિંચાઇ વિભાગ દ્વારા માગણી કરી છે. સિંચાઇ વિભાગની માંગણી પ્રમાણે 3000 ક્યુસેક નર્મદામાંથી અને કડાણામાંથી 3000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. કુલ 6000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. બે દિવસમાં પાણી છોડવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube