Ahmedabad: તું મારી નહિ તો કોઈની નહિ થવા દવ, પૂર્વ પતિએ પત્ની 27 છરીના ઘા મારી કરી હત્યા

વટવામાં પૂર્વ પત્નીએ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરી લેતા પતિએ ક્રૂરતા પૂર્વક પત્નીના ઘરમાં ઘુસી હત્યા કરી. વટવા પોલીસે પુર્વ પતિ સહીત ચાર આરોપી ધરપકડ કરી. પતિએ માનસિક વિકૃતતામાં આવી ત્રાસના કારણે 15 વર્ષના લગ્નજીવનને ખતમ કરી નાખ્યું

Ahmedabad: તું મારી નહિ તો કોઈની નહિ થવા દવ, પૂર્વ પતિએ પત્ની 27 છરીના ઘા મારી કરી હત્યા

ઉદય રંજન/ અમદાવાદ: વટવામાં પૂર્વ પત્નીએ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરી લેતા પતિએ ક્રૂરતા પૂર્વક પત્નીના ઘરમાં ઘુસી હત્યા કરી. વટવા પોલીસે પુર્વ પતિ સહીત ચાર આરોપી ધરપકડ કરી. પતિએ માનસિક વિકૃતતામાં આવી ત્રાસના કારણે 15 વર્ષના લગ્નજીવનને ખતમ કરી નાખ્યું. કોણ છે આ ક્રૂર પતિ જોઈએ આ અહેવાલમાં.

વટવામાં એક મહિલા જીંદગી માટે આજીજી કરતી રહી. પરતું પુર્વ પતિએ છરીના ઉપરા છાપરી 27 ઘા ઝીકિ હત્યા કરી. જયાં સુધી મહિલાનો દમ ન ગયો ત્યાં સુધી પુર્વ પતિ હેવાન બની છરી ઘા મારતો રહ્યો. આ એ જ વિકૃત પતિ અજય ઠક્કર છે જેણે પોતાના મિત્રો સાથે મળીને પુર્વ પત્ની હત્યા કરી. કારણકે પત્નીએ એક વર્ષ પહેલા છૂટાછેડા લઇને તેનાં મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આજ અદાવત રાખીને આરોપી અજય અને તેનો પિતરાઈ ભાઈ ભાવેશ, ઋષભ, જયદીપ સહીત 7 લોકો ઇકો ગાડી લઇ મૃતક મહિલા હેમાના ઘરે જઇ રેકી કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે 15 વર્ષ પહેલા મૃતક હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠક્કર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓના બે સંતાનો છે. લગ્ન ગાળા સમયે અજય ઠક્કર પત્ની હેમાને અવારનવાર મારતો હતો. જેથી કંટાળીને હેમાએ છૂટાછેડા લઇ બે બાળકો અજય ઠક્કરને સોંપ્યા હતાં. છૂટાછેડાના એક મહિના બાદ હેમાએ અજયના મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમસબંધ થતા લગ્ન કરી અમદાવાદ વટવામાં સુખસાગર સોસાયટીમાં રહેવા માટે આવી ગઇ હતી.

No description available.

આરોપી અજયએ હેમાની શોધખોળ કરી હતી. જે 11 મહિના પછી વટવા રહેતી હોવાની જાણ થતા જ તે મિત્રો સાથે વટવા પહોંચ્યો અને દોઢ કલાક સુધી તેના મિત્રોએ શોધખોળ કરી રહ્યાં હતાં. તેવામાં હેમાં દૂધ લેવા નીકળી ત્યારે તેના ઘરનો પતો મળ્યો અને ઘરે જઈ હત્યા કરી દીધી. આ હત્યામાં અજય અને ભાવેશ એ ઉપરા છાપરી 27 છરીના ઘા ઝીક્યાં અને આરોપી કેવલે મહિલાને પકડી રાખી હતી. આ ઘટનામાં અન્ય આરોપીઓએ મદદગારી કરી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે શોધખોળ કરી છે.

હત્યારાઓની ઘાતકી માનસિકતાને રજુ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં છરી સાથે ડાયલોગ બોલતો આરોપી ભાવેશનો વીડિયો છે. આ વિડીયો જ સાબીત કરે છે કે હત્યારાઓ કેવી ક્રૂર માનસિકતા ધરાવે છે. પતિ-પત્નીના વિવાદમાં બે નિર્દોષ બાળકોએ માતાની મમતા અને પિતાનો વ્હાલ ગુમાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news