ઝી ન્યૂઝ/ બ્યુરો: ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ જે રીતે ગુજરાતનું વાતાવરણ બદલાયુ છે તે જોતા લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવી ગયું છે. ગુજરાતના દરિયા કાંઠાને હવે જવાદ વાવાઝોડું ધમરોળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 4 ડિસેમ્બરે ગુજરાતમાં વધુ એક વાવાઝોડું આવી શકે છે. જવાદ નામનું વાવાઝોડું ચક્રાવાતી તોફાનનું રૂપ લઈ શકે છે અને તેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોસમ વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને તેના આસપાસના વિસ્તારોમાં દબાણનું વાતાવરણ બનશે. આ દબાણ ક્ષેત્ર આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. તેના બાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધતા 2 ડિસેમ્બરના રોજ દક્ષિણ-પૂર્વ તથા નજીકના ખાડીના મધ્ય ભાગમાં પહોંચી શકે છે. તેના બાદ 4 ડિસેમ્બર, શનિવારની સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. આ દબાણને કારણે ઓરિસ્સાના દરિયા કાંઠે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 


આનંદો! અમદાવાદમાં BRTS બસમાં થશે વધારો, આવતીકાલથી BRTSના આ 4 નવા રૂટ શરૂ થશે

આ વાવાઝોડાની અસરને પગલે 2 ડિસેમ્બરના રોજથી ગુજરાત, અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવવાના છે. જેથી 2 ડિસેમ્બર બાદ ગુજરાતમાં તાપમાન વધુ ગગડી શકે છે.


3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા માછીમારોને સુચના અપાઈ છે. 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ રહેશે. તો સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ બાદ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. ગુજરાતમાં લાંબા સમય બાદ ડિસેમ્બર મહિનામાં કોઈ વાવાઝોડાની અસર જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ જોવા મળશે.


ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતની આ હોસ્પિટલમાં એવો કિસ્સો નોંધાયો કે ડોકટરો સહિત દરેકને આંખે અંધારા આવી ગયા

હવામાન વિભાગે કહ્યું છે કે 4 ડિસેમ્બરના રોજ સવારના સમયે ઉત્તરી આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારા સાથે અથડાય તેવી પણ શક્યતા છે. અહીં અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હાલમાં ભર શિયાળે ચોમાસાની સીઝન ચાલી રહી છે. આ સાથે વાવાઝોડાની અસરને કારણે 1 ડિસેમ્બરથી ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ખેડૂતોને પાક સાચવવા માટે ખાસ સૂચના આપી છે. 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ રહેશે. તો સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.


હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી. આ આગાહીને લઈને જાફરાબાદની મોટાભાગની બોટો જાફરાબાદ બંદર કિનારે પરત ફરી રહી છે.ત્યારે રાજુલા - જાફરાબાદ ના ધારાસભ્ય અંબરીશ ડેરે માછીમારોની મુલાકાત લીધી હતી. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની અને ભારે પવન ની આગાહી આપવામાં આવી હતી. આગાહીને લઈને ગઈકાલ રાત્રે સમગ્ર અમરેલી જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગની આગાહીને લઈને આ વખતે ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારો ને કોઈ પણ જાતની સૂચના આપવામાં આવી ના હતી. જેને લઈને માછીમારોને ભારે હાલકીનો સામનો કરવો પડયો હતો.


ગીર સોમનાથમાં હેલિકોપ્ટરમાં જાન જોડાયાનો પ્રથમ કિસ્સો: રજવાડી ઠાઠ સાથે અનેરો લગ્નોત્સવ યોજાયો


હવામાનખાતાની આગાહીને પગલે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગત રાત્રે જ 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. પરિણામે અમરેલી જિલ્લાના ખાસ કરીને રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાક અને કપાસ જીરું તેમજ ઘઉંના પાકને નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ તોકતે વાવાઝોડા બાદ સતત થયેલી નુકસાની અને કમોસમી વરસાદ ને લઈને થઈ રહેલા નુકસાન બાબતે સરકાર પાસે વળતરની ખેડૂતોએ માંગ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube