છોટાઉદેપુરમાં અનોખો કિસ્સો: વર્ષો બાદ મહિલાને પ્રેગ્નન્સી રહી, પણ બાળકનો જન્મ જ ન થયો અને નીકળ્યું કંઈક એવું કે....

મૂળ મધ્યપ્રદેશના અંબારી ગામની રામબાઈ રાઠવા નામની 65 વર્ષીય આદિવાસી વૃદ્વાને વર્ષો પૂર્વે પ્રેગ્નન્સી રહી હોવાની ખબર પડતા પેટમાં દુખાવો થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પરંતુ ત્યાં એક મોટો ઘટસ્ફોટ થયો હતો. 

Updated By: Dec 2, 2021, 10:36 PM IST
છોટાઉદેપુરમાં અનોખો કિસ્સો: વર્ષો બાદ મહિલાને પ્રેગ્નન્સી રહી, પણ બાળકનો જન્મ જ ન થયો અને નીકળ્યું કંઈક એવું કે....

જમીલ પઠાણ/ છોટાઉદેપુર: પ્રવર્તમાન સમયમાં અવારનવાર દેશ અને દુનિયામાં કેટલીક અજીબો ગરીબ ઘટના બનતી હોય છે. ત્યારે છોટાઉદેપુરની ખાનગી કેન્સર હોસ્પિટલમાં પણ આવી જ એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક પ્રસૂતાએ ખાનગી કેસર હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેણે સાંભળીને કદાચ કોઈને વિશ્વાસ ન થાય, પણ આ હકીકત છે. જી હા. વર્ષો પૂર્વે પ્રેગ્નન્સી બાદ માહિલાને બાળકનો જન્મ જ થયો નહોતો. મહિલાને પેટમાં દુખાવો થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પરંતુ ત્યાં એક્સ રે અને સોનોગ્રાફીમાં મહિલાને બાળક નહીં પણ ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. આ કિસ્સાને જોઈને તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ સફળ ઓપરેશન બાદ મહિલાનું સ્વાસ્થ્ય સલામત છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશના અંબારી ગામની રામબાઈ રાઠવા નામની 65 વર્ષીય આદિવાસી વૃદ્વાને વર્ષો પૂર્વે પ્રેગ્નન્સી રહી હોવાની ખબર પડતા પેટમાં દુખાવો થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પરંતુ ત્યાં એક મોટો ઘટસ્ફોટ થયો હતો. વર્ષો પૂર્વે પ્રેગ્નન્સી બાદ માહિલાને બાળકનો જન્મ જ થયો નહોતો, કારણ કે એક્સ રે અને સોનાગ્રાફીમાં મહિલાને બાળક નહીં પરંતુ ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે ડોક્ટરોએ છોટાઉદેપુરની ખાનગી કેસર હોસ્પિટલમાં જવા સૂચના આપી હતી. ત્યારબાદ 65 વર્ષીય મહિલાનું સીટી સ્કેન કરાવતા બાળકના આકારની પથ્થર જેવી ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. આ ગાંઠને પેટમાંથી બહાર કાઢવી જરૂરી હતી, જેના કારણે ખાનગી કેન્સર હોસ્પિટલના ડોક્ટર એ રાજુએ સફળ ઓપરેશન કરીને પથ્થર જેવી ગાંઠ કાઢી હતી. વર્ષો જૂની પ્રેગ્નન્સી બાદ ગર્ભ પથ્થર જેવું ગાંઠમાં પરિવર્તિત થઈ ગયું હતું. મેડિકલની ભાષામાં આ પ્રકારની સ્થિતિને લિથોપીડીઓન કહેવાય છે. 

No description available.

છોટાઉદેપુરની ખાનગી કેસર હોસ્પિટલના ડોક્ટર એ રાજુએ આ મહિલાની સર્જરી વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવા કિસ્સા વિશ્વમાં રેર જોવા મળે છે. મારી 25 વર્ષની પ્રેક્ટિસમાં આવો પ્રથમ કિસ્સો છે. સફળ ઓપરેશન બાદ વૃદ્ધાનું સ્વાસ્થ્ય એકદમ સલામત છે અને તેમના પેટમાંથી બાળકના આકારની પથ્થર જેવી ગાંઠ સફળતા પૂર્વક બહાર કાઢી નાંખવામાં આવી છે. 

અત્રે નોંધનીય છે કે, આવો એક કિસ્સો બિહારમાં સામે આવ્યો હતો. જેમાં બિહારની એક યુવતીએ પોતાના નવજાત બાળકને જોઇને હોસ્પિટલમાં બૂમાબૂમ કરી હતી. આ ઘટના બિહારના જમુઇ જિલ્લાની હતી. જ્યાં એક મહિલાએ વિચિત્ર બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકને જોવા માટે હોસ્પિટલે હજારો લોકોએ લાઇન લગાવી હતી. નવજાત શિશુને જોયા બાદ લોકોએ વિવિધ પ્રકારની ચર્ચા શરૂ કરી હતી. જ્યાં બીજી બાજુ માતા પોતાના બાળકની હાલત જોઇને ભયભીત થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube