ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે. પરંતુ 22 ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.


કયા-કયા જિલ્લામાં વરસાદ ખાબકશે?
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.


નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ સાબરકાંઠાના ઇડરમાં પડ્યો છે.  વડાલીમાં પોણા 2 ઇંચ, ધાનેરામાં 1.5 ઇંચ વરસાદ, પોશીનામાં 1.5 ઇંચ, જેતપુર પાવીમાં 1.5 ઇંચ, પાલનપુરમાં 1.5 ઇંચ, ઉમરપાડામાં 1.5 ઇંચ, કલોલમાં સવા ઇંચ, ગાંધીધામમાં સવા ઇંચ, કપડવંજમાં 1 ઇંચ, વાવમાં 1 ઇંચ, પાટણમાં 1 ઇંચ, વિજયનગરમાં 1 ઇંચ, બોડેલીમાં 1 ઇંચ, કપરાડામાં 1 ઇંચ, પ્રાંતિજમાં 1 ઇંચ અને નડિયાદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube