Gujarat weather forecast: રાજ્યમાં 2 દિવસ ગરમીનો પ્રકોર રહેશે. આગામી 48 કલાક બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મતે પોરબંદર, ભુજ અને અમરેલીમાં હિટવેવની આગાહી કરાઈ છે. આજે ભુજમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 2 દિવસ બાદ કમોસમી વરસાદ જોવા મળશે. પરંતુ 13, 14, 15 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે. 48 કલાક પોરબંદર, ભુજ અને અમરેલીમાં હિટ વેવની આગાહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજીમાં મોહનથાળ નહીં ચિક્કી! ગુજરાત સરકારે લીધો નિર્ણય, મંત્રીએ આપ્યા આ કારણો
 
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે.


BIG BREAKING: PM નરેન્દ્ર મોદી બાદ શંકરસિંહ વાઘેલા સાથે અખિલેશ યાદવે કરી ગુપ્ત બેઠક 


હવામાન વિભાગની ગરમીને લઈને એક ભયાનક આગાહી સામે આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરાઈ છે. તો 13 અને 14 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ વરસાદની કોઈ આગાહી કરાઈ નથી. પરંતુ 13 અને 14 માર્ચે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે રાજ્યમાં વરસાદ રહેશે. આગામી 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધશે. જેના કારણે કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હિટવેવની આગાહી કરાઈ છે. 13 અને 14 માર્ચે સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, કચ્છ, ડાંગ, તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હિટવેવ વિસ્તારમાં બહાર ન જવા અપીલ કરાઈ છે અને જરૂરી ઉપાય કરવા અપીલ કરી છે. 


ગુજરાતનું આરોગ્ય વિભાગ એક્શનમાં, H3N2 વાયરસ અંગે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન


ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14,  15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચમાં ગરમી પણ વધારે પડશે. કેટલાક વિસ્તારોમાં વીજ પ્રપાત અને કરા પડવાની પણ શક્યતા છે. એપ્રિલ અને મેં મહિનામાં પણ પ્રિમોન્સૂન વરસાદ આવી શકે છે. વરસાદને કારણે કેરીના પાકને નુકશાન થવાની શક્યતા રહેલી છે. મસાલા,  ઘઉં,  રાયડો, ઇસબગુલ અને, શાકભાજીને પણ નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે. ગરમી વધુ પડતા એરંડાના પાકમાં પણ ફૂલકિયો આવતા દાણા ઓછા પેદા થવાની શક્યતા જણાવી છે.


ભૂપેન્દ્ર પટેલ સરકારને ગેનીબેને ભરાવી, રાજસ્થાન આપી શકે તો ગુજરાત પણ આપે 500માં ગેસ


હાલમાં અમદાવાદ 36 ડિગ્રી અને ગાંધીનગર 35 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. આગામી દિવસમાં 37 ડિગ્રી પર તાપમાન પહોંચશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે, સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. જે વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં પ્રશાસન દ્વારા તમામ મામલતદારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.


અમદાવાદીઓ પાણીપુરી ખાતા પહેલાં સો વાર વિચારજો, ફેમસ પકોડી સેન્ટરમાં માર્યું સીલ


અંબાલાલ પટેલની આગાહી
હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 14થી 17 માર્ચે કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આગામી માર્ચ- એપ્રિલ મહિનો ખેડૂતો માટે કાળ સમાન બની રહેશે. માર્ચ અને એપ્રિલ મહિનામાં હવામાનમાં ઘણા ફેરફાર આવશે. આ ફેરફારને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વીજ પ્રપાત અને કરા પડવાની આગાહી કરાઈ છે. વાતાવરણના આ પલટાને કારણે ખેતરમાં ઉભા પાકને નુકશાન થશે. માર્ચ અને એપિલ મહિનામાં અષાઢી માહોલ સર્જાય તેવી આગાહી કરાઈ છે.


સાવધાન! સુરતના જાણીતા આ બિલ્ડર સાથે 32 કરોડની છેતરપિંડી, 3 મોટા પ્રોજેક્ટમાં થયો દાવ


ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. આ વર્ષ ભારે ગણાય છે, ત્યારે અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નબળું આવતા અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે હવા સર્ક્યુલેટ થતા રાજ્યના ભાગોમાં વરસાદ રહેશે. 


અદાણીના એરપોર્ટ પર વધુ એક રેકોર્ડ સર્જાયો!આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં અધધ...ટકાનો વધારો


અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 માર્ચથી વાદળો બંધાશે. 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં.