આગામી સપ્તાહે નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી
અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં તા.૨૨/૬/૨૦૨૦ સુધીમાં ૧૧૧.૩૧ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૧૧.૪૬% છે.
ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની સ્થિતિને લઈને રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની ઓનલાઇન બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગામી કરવામાં આવી છે.
અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં તા.૨૨/૬/૨૦૨૦ સુધીમાં ૧૧૧.૩૧ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૧૧.૪૬% છે. રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આજ દિન સુધી વરસાદ નોંધાયો નથી. જ્યારે તે સિવાયના અન્ય તમામ તાલુકામાં વરસાદ ૧ મીમી થી લઈ ૩૪૩ મીમી સુધી નોંધાયો છે.
IMD દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
કૃષિ વિભાગના અધિકારીદ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૨૮.૪૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૨/૬/૨૦૨૦ સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૧૪.૯૯ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૩૩.૫૦% વાવેતર થયુ છે.
દર્દીઓની સેવા દરમિયાન થયા સંક્રમિત, આઠ દિવસમાં કોરોનાને હરાવ્યો, વાંચો સિવિલના નર્સની કહાની
આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનરશ્રી દ્વારા સુચના આપવામાં આવી હતી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube