હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાનું છે. જેથી ગુજરાતમાં સાકલોનીક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદ થવાનો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં અત્યાર સીઝનનો 41 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. તો હવે સાકલોનીક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાનો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29,30 જુલાઈ અને 1-2 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સક્રિય થશે લો-પ્રેશર
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાનું છે. જેથી ગુજરાતમાં સાકલોનીક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદ થવાનો છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લો-પ્રેશરને કારણે પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થવાનો છે.
રાજ્યમાં અત્યાર સુધી 41 ટકા વરસાદ
IMD ના અઘિકારી ઘ્વારા જણાવેલ છે કે, રાજયમાં અત્યાર સુઘી સિઝનનો લગભગ 41% જેટલો વરસાદ થઇ ગયેલ છે. બંગાળની ખાડીમાં સાયકલોનીક સકર્યુલેશન બની રહયુ છે, જેના લીઘે 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા મઘ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. આગામી ૫ દિવસમાં દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડના કેટલાક વિસ્તારોમાં અને સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દેવભુમી દ્વારકા અને ગીરસોમનાથ જિલ્લાના અમુક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થવાની શકયતા છે. આજથી લઇ આવતા 5 દિવસ દરમ્યાન વરસાદમાં વઘારો થવાની શકયતા છે. ૉ
કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ કે, ચાલુ વર્ષે અંદાજીત ૭૦.૨૭ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૭/૦૭/૨૦૨૦ સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૮.૧૭ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮૨.૭૮ % વાવેતર થયેલ છે.
શું છે સરદાર સરોવર ડેમની સ્થિતિ
સિંચાઇ વિભાગ ઘ્વારા જણાવ્યાનુસાર સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી ૧૧૯.૮૬ મીટર છે તેમજ ૧૭૨૯૭૩ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૭૮ % છે. તેમજ ૧૧૨૬૭ કયુસેક પાણીની આવક થયેલ છે. તેમજ રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૯૧૫૯ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૦.૧૪% છે. હાલમાં રાજ્યમાં કુલ-૬૬ જળાશય એલર્ટ ૫ર છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube