ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદીઓ માટે સૌથી મોટી ઘાતની આગાહી સામે આવી છે. આગામી 2 દિવસ બાદ અમદાવાદીઓ જોરદાર ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. આજે પણ રાજ્યમાં ગરમીનું ટોર્ચર યથાવત્ છે. ત્યારે હવામાન વિભાગે શહેરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હીટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ અપાયું હોવાના સમાચાર મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં તાંત્રિક વિધિનો ખતરનાક ખેલ; પતિ-પત્નીએ માથું કાપીને હવનકુંડમાં હોમી દીધું


બીજી બાજુ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં 41 થી 43 ડિગ્રી તાપમાન નોંધાતું હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગત રોજ અમદાવાદ અને અમેરેલીમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


10 વર્ષ પહેલા ચા વેચનારો બન્યો અતીકનો હત્યારો, જાણો ત્રણેય શૂટરની ક્રિમિનલ હિસ્ટ્રી


ગુજરાતના વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો સુરતમાં 39.8, નલિયા 35, ઓખા 32, વેરાવળ 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે બાકીના સ્થળે 35 થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પરંતુ હવામાન વિભાગે આગામી બે દિવસ ઉતરી દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. પરંતુ હા...19 એપ્રિલે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. ગત રોજ અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે.


ત્રણ હુમલાખોરોએ કેવી રીતે ઘડ્યું હત્યાનું કાવતરું? યુપી પોલીસે જણાવી કહાની


હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય. ગત રોજ અમદાવાદ અને અમરેલીમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગર 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અંબાલાલ પટેલે પણ ગરમીની આગાહી માટે કહ્યું કે, એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ સાબિત થશે. 19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની આગાહી છે. તેના બાદ 23 અને 24 તારીખે ફરી માવઠાની આગાહી છે. 


લાલચટાક અને મીઠું તરબૂચ ખરીદવાની આ ટિપ્સ જાણવા જેવી, કાપ્યા વગર આ રીતે ઓળખો


અંબાલાલ પટેલની આગાહી
હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એપ્રિલ અને મે મહિનામાં કમોસમી વરસાદ પડી શકે છે. તારીખ 10થી 16 એપ્રિલ વચ્ચે ફરીથી કમોસમી વરસાદ પડી શકે છે. 


Photo:પ્રિયંકા ચોપરાએ પતિ નિક સાથે શેર કર્યા સુપર બોલ્ડ ફોટોઝ, ઈન્ટરનેટ પર ટ્રાફિક


તેમજ વધુમાં જણાવતા કહ્યું કે અખાત્રીજના દિવસે પણ માવઠું પડી શકે છે. ત્યારે મે મહિનામાં 2થી 8 મે વચ્ચે ફરીથી માવઠું પડશે. તેમજ મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે. તો જૂનમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના ભાગોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. તો 17 જૂનની આસપાસ પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. આ સમાચાર ખેડૂતો માટે માઠા સમાચાર બની રહેશે.