ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં આકરી ગરમી સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. એક બાજુ દક્ષિણ ગુજરાતમાં માવઠું વરસશે. જ્યારે બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં ગરમીનો વરતારો યથાવત્ રહેશે. આ સાથે જ ગુજરાતમાં ફરી હિટવેવ સાથે માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતામાં પેઠા છે. રાજ્યના અનેક વિસ્તારના ખેડૂતોને એલર્ટ રહેવા જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં વધુ એક મોટું કૌભાંડ! આ જગ્યાએ 170 ખેડૂતોનું ગ્રીન હાઉસ કાગળ પર


આ સિવાય આગામી 3 કલાક માટે હવામાન વિભાગે એક મોટી આગાહી કરવામાં આવી છે. રાત્રે 8 વાગ્યા સુધીની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, તાપી,  નર્મદા, ડાંગમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યના આ વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. એટલું જ નહીં, અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે. જેમાં 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવી છે. 


આર્યન ભગતની અદ્દભુત કહાની; 2 વર્ષનો હતો ત્યારે હરિપ્રસાદ સ્વામીએ ભાખ્યું હતું ભવિષ્ય


દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત અનેક જિલ્લામાં ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આ જિલ્લાઓમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. આ શહેરોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં તાપમાન 40થી 41 ડિગ્રી રહેવાની સંભાવના છે. 


કમોસમી વરસાદ પણ આ ગુજરાતી ખેડૂતનું કંઈ બગાડી ના શક્યો, આખી વાડીમાં ઝૂલે છે કેરીઓ


નોંધનીય છે રકે, ગુજરાત રાજ્યમાં માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ એપ્રિલ માસના મધ્યમા રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાત ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. 


તમારું બાળક શહેરની આ નામાકિત સ્કૂલમાં ભણે છે? તો સ્કૂલે ઉઘરાવેલી વધારાની ફી પરત મળશે


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વર્ષની શરૂઆતથી જ કમોસમી વરસાદને પગલે જગતના તાતને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની લીધે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ત્યારે ફરી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી ગઈ છે.