શું તમારું બાળક અમદાવાદની આ નામાંકિત સ્કૂલમાં ભણે છે? તો સ્કૂલે ઉઘરાવેલી વધારાની ફી પરત મળશે!
અમદાવાદ DEO એ વાલીઓની ફરિયાદને આધારે તપાસ કરતા સ્કૂલે FRCની મંજૂરી વગર જ 40 ટકા ફી વધારે વસૂલી હોવાનું સાબિત થયું હતું.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર બોડકદેવમાં આવેલી નિરમા સ્કૂલને FRCની મંજૂરી વગર વધુ ફી લેતા DEOએ ફી પરત કરવાનો આદેશ કર્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વધારાની વસુલેલી ફી પરત કરવા સ્કૂલને આદેશ કરાયો છે. સ્કૂલે વસુલેલી વધારાની ફી પરત કરવા અથવા નવા કવાર્ટરમાં ફી સરભર કરવા આદેશ કર્યો છે. અમદાવાદ DEO એ વાલીઓની ફરિયાદને આધારે તપાસ કરતા સ્કૂલે FRCની મંજૂરી વગર જ 40 ટકા ફી વધારે વસૂલી હોવાનું સાબિત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, નિરમા સ્કૂલ દ્વારા ફી વધારા માટેની દરખાસ્ત FRC માં કરાઈ છે, જે હજુ પેન્ડિંગ છે. મંજૂરી મળ્યા વગર નિરમા સ્કૂલે 88 હજારને બદલે 1.24 લાખ જેટલી ફી વસૂલવાની શરૂઆત કરી હતી. પ્રથમ કવાર્ટરમાં 22 હજારને બદલે 31 હજાર રૂપિયા ફી વસૂલી હતી. નિયમ મુજબ સ્કૂલ 5 ટકાનો ફી વધારો કરી શકે પરંતુ નિરમા સ્કૂલના સંચાલકોએ 40 ટકા ફી વધારો ઝીંક્યો હતો, વસુલેલી વધારાની ફી પરત કરવા DEO એ વાલીઓની ફરિયાદ બાદ આદેશ કર્યો.
અગાઉ વાલીએ 40 ટકા ફી વધારે લીધી હોવાની ફરિયાદ કરી હતી. DEOની નોટિસ બાદ શાળાએ આપેલા જવાબ સંતોષ કારક ન જણાતા DEOએ આ આદેશ આપ્યો છે. વધુ લેવાયેલ ફી FRC ના નિયમ વિરુદ્ધ હોવાથી ફટકાર લગાવવામાં આવી છે. શાળાએ વાલીની મરજી મુજબ વધુ લીધેલ ફી પરત કે સરભર કરી આપવી પડશે. બીજી તરફ વાલીઓ દ્વારા એવી માગ કરવામાં આવી રહી છે કે આ સ્કૂલ દ્વારા ફી નિર્ધારણ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામં આવ્યું હોવાથી સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે.
ખાનગી શાળાઓને ફી વધારવા માટે FRCના નિયમનું પાલન કરવું પડે છે. પરંતુ બોડકદેવમાં આવેલી નિરમા સ્કૂલ FRCના નિયમોને પણ ઘોળીને પી ગઈ છે. નિરમા સ્કૂલે ગત વર્ષની 90 હજારની ફીમાં વધારો કરી 1.25 લાખ કરી નાખી હતી. ગત વર્ષે પહેલા ક્વાર્ટરની ફી 22 હજાર 181 લેવાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે પહેલા ક્વાર્ટરની ફીમાં વધારો કરી 31 હજાર 54 કરાઈ છે. બેફામ ફી વધારાથી વાલીઓને ભારે આર્થિક બોજ પડી રહ્યો છે.
મહત્વનું છે કે FRCના નિયમ મુજબ 5 ટકા ફી વધારી શકાય. પરંતુ નિરમા સ્કૂલે 38 ટકાનો ફી વધારો ઝીંકી દીધો છે. બેફામ ફી વધારો ઝીંકતા જાગૃત વાલીએ DEO કચેરીએ અરજી કરી હતી. સમગ્ર મામલે જાણ થતા DEOએ બોડકદેવની નિરમા સ્કૂલને નોટિસ ફટકારી 2 દિવસમાં DEO કચેરીમાં હાજર રહી ખુલાસો આપવા આદેશ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે