અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: વરસાદ મામલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આવતી કાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે. ત્યારે હાલમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. જો કે, રાજ્યમાં હજી પણ 28 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં અત્યાર સુધીમાં 242 મિમી વરસાદ થયો છે. જ્યારે આ સમયે રાજ્યમાં 336 મિમી વરસાદ થવો જોઇતો હતો. જો કે, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બની રહ્યું છે, પરંતુ તેની વધુ અસર ગુજરાતમાં જોવા મળશે નહીં. તો બીજી તરફ રાજ્યમાં સારા વરસાદને કારણે વાવેતરમાં વધારો થયો છે.


આ પણ વાંચો:- Junagadh માં સારા વરસાદથી ખેડૂતોની ચિંતા ટળી, મગફળી- કપાસ સહીતના પાકોને મળ્યું જીવતદાન


રાજ્યમાં કૃષિ વાવેતર 75.80 ટકાએ પહોંચ્યું છે. રાજ્યમાં મગફળીનું વાવેતર 100 ટકાને પાર થયું છે. 18.68 લાખ હેક્ટર વિસ્તારમાં 110 ટકા મગફળીનું વાવેતર થયું છે. જ્યારે ડાંગરનું 4.21 લાખ હેક્ટરમાં 50.71 ટકા વાવેતર થયું છે. બાજરીનું 1.29 લાખ હેક્ટરમાં 75.54 ટકા વાવેતર થયું છે. મકાઇનું 2.76 લાખ હેક્ટરમાં 92 ટકા વાવેતર થયું છે. તુવરનું 1.75 લાખ હેક્ટરમાં 84 ટકા વાવેતર થયું છે.


આ પણ વાંચો:- વલસાડમાં ધર્માંતરણ મામલે ખ્રિસ્તી મિશનરીઓને શોધવા માંગ, આગેવાનોએ કલેકટરને આપ્યું આવેદન


તો બીજી તરફ મગનું 53 હજાર હેક્ટર વિસ્તારમાં 63 ટકા વાવેતર થયું છે. સોયાબીનનું 2.17 લાખ હેક્ટર વિસ્તારમાં 168 ટકા વાવેતર થયું છે. કપાસનું 21.77 લાખ હેક્ટર વિસ્તારમાં 85 ટકા વાવેતર થયું છે. શાકભાજીનું 1.71 લાખ હેક્ટર વિસ્તારમાં 70.94 ટકા વાવેતર થયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube