Gujarat Weather 2023: ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર આવ્યા છે. માગશર મહિનામાં બે વખત માવઠાની આગાહી કરાઈ છે. 14થી 18 ડિસેમ્બર વચ્ચે અને 22 અને 23 તારીખે માવઠાની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઉત્તર ભારત સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવશે. ઉત્તર ભારતમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તરીય પર્વતીય દેશોમાં ભારે હિમ વર્ષા થશે અને અને ત્યાર પછી હાડ થીજાવતી ઠંડી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 1 જ દિવસમાં ચમક્યુ હજારો યુવકોનું કિસ્મત; આ ક્ષેત્રોમાં મળશે 70 હજાર નોકરી


માવઠાની શક્યતા
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક આગાહી કરીને લોકોને ચોંકાવી દીધા છે. પશ્ચિમી ડિસ્ટર્બન્સ જેમ જેમ દેશ તરફ નજીક આવશે તેમ તેમ હવામાનમાં પલટો થતો જશે. હમણા બે દિવસથી હવામાન પલટાયું છે, પરંતુ આગામી 16 તારખીથી વાતાવરણમાં પલટો આવશે. ઉષ્મા લેવલના ભેજના કારણે અને અરબ સાગરનો ભેજ બરોબર મળતો નથી એટલે વાદળો બરાબર બનતા નથી, પરંતુ આ ગતિ ધીમી છે. એટલે તારીખ 16 થી 18 સુધીમાં વાદળો દેખાશે. 


ગુજરાતમાં એક નહીં, બે-બે આફતના અણસારઃ આજથી સંભાળીને રહેજો, આવી રહ્યું છે મોટું જોખમ


ઉત્તર ભારત સહીત ગુજરાતમાં આવશે પલટો
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તારીખ 16થી 23માં ઉત્તર ભારત સહીત ગુજરાતના હવામાનમાં પલટો આવે અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ઉત્તરીય પર્વતીય સ્વદેશોમાં ભારે હિમ વર્ષા થાય અને અને ત્યાર પછી થીજાવતી ઠંડી આવશે. 


સજ્જન ચોર, ચાવી-RC બુક લઈ જાઓ..,હું સાયકલથી કામ ચલાવીશ, પછી ચોરનું થયું હૃદયપરિવર્તન


હવામાન વિભાગની આગાહી; આગામી દિવસોમાં ઠંડી વધશે!
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી પાંચ થી સાત દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. આગામી દિવસોમાં તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે. તેમજ ન્યૂનતમ તાપમાનનાં પારામાં વધારો થવાની સંભાવનાં છે. હાલ ઠંડીની સીઝન ચાલી રહી છે. વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાનનો પારો પારો 2 થી 3 ડિગ્રી વધવાની શક્તા છે. 


ગુજરાતના સૌથી મોટા 2 કેસમાં આરોપીઓનો લીધો પક્ષ! પાટીદાર હોય એટલે આરોપી નહીં?