મેટ્રોના કોચનું ગુજરાતમાં થયુ આગમન, લોકોને જોવા રીવરફ્રન્ટ પર મુકાય તેવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની જાન્યુઆરી મહિનામાં શરૂ થવાની શક્યાતાઓ છે.
રાજેન્દ્ર ઠક્કર/મુંદ્રા: શહેરમાં છેલ્લા ધણાં સમયથી હંગામી ધોરણે મેટ્રોનું કામ ચાલી કહ્યું છે. ત્યારે આ મેટ્રોના પાંચ કોચનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની જાન્યુઆરી મહિનામાં શરૂ થવાની શક્યાતાઓ છે. ત્યારે ઉત્તર કોરિયામાં તૈયાર થયેલા મેટ્રોના કોચ શનિવારે જહાજ મારફતે કચ્છના મુંદ્રા પોર્ટ પર આગમન થયું છે. બે દિવસમાં તમામ પાંચેય કોચને અમદાવાદ ખાતે લાવવામાં આવશે. ત્યારે આ કોચને અમદાવાદ રીવરફ્રંટ પાસે લોકોને જોવા માટે મુકાય તેવી શક્યતાઓ છે.