ચેતન પટેલ, સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોક ડાઉનમાં સોશિયલ ડિસ્ટનસિંગ રાખવા જાહેર જનતાને અપીલ કરી છે અને આ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન પોતે વડાપ્રધાન કરી રહ્યા છે. ત્યારે સુરતના મહાનગરપાલિકા દ્વારા દર મહિને મળનારી સામાન્ય સભામાં પણ એની અસર જોવા મળી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં પ્રથમવાર કોઇ પાલિકાની સામાન્ય સભામાં સોશિયલ ડિસ્ટનસિંગ રાખવા વિડીયો કોન્ફરન્સ નો સહારો લેવામાં આવ્યો હતો. એક તરફ મેયર અને અધિકારીઓ સુરત મહાનગર પાલિકાના ચેમ્બરમાં હતા ત્યારે શહેરના કોર્પોરેટરો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ સામાન્ય સભામાં જોડાયા હતા.
[[{"fid":"258457","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
દર મહિને સુરત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે. શહેરમાં વ્યવસ્થા અને વિકાસ કાર્યો માટે સામાન્ય સભામાં ચર્ચા હાથ ધરવામાં આવે છે. પરંતુ સુરત મહાનગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર આ સામાન્ય સભા વિડીયો કોન્ફરન્સ થકી યોજાઇ હતી.

કોરોનાવાયરસના સંક્રમણને રોકવા હાલ લૉક ડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાના મેયર ડોક્ટર જગદીશ પટેલ સહિત અન્ય અધિકારીઓ સુરત મહાનગર પાલિકાની એક ચેમ્બરમાં હતા અને શહેરના તમામ કોર્પોરેટરો વીડિયો કોન્ફરન્સિંગ થકી આ સામાન્ય સભામાં જોડાયેલી શહેરના અગત્યના કાર્યો અંગે ચર્ચા હાથ ધરી હતી. 


સોશિયલ ડિસ્ટનસિંગ ને લઇ આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં પ્રથમ વખત પાલિકાની સામાન્ય સભા યોજાય છે જેમાં વીડિયો કોન્ફરન્સિંગ કે કોર્પોરેટરો શહેરની વિકાસ કામો અંગે ચર્ચા કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર