અમદાવાદમાં અડધીરાત્રે ખેલાયો ખૂની ખેલ! આધેડની છરીના ઘા ઝિંકી હત્યા, જાણો શું છે મોતનું કારણ?
ખાનપુર વિસ્તારમાં ઉસ્માની મંજીલ પાસે પૈસાની લેતી દેતી મામલે શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુ નામના આરોપીએ સાબીર હુસેન નામના વ્યકિતની હત્યા કરી નાખી. રાત્રિના 11 વાગ્યાની આસપાસ પીઠના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી.
ઉદય રંજન/અમદાવાદ: શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ હત્યાની ઘટના સામે આવી છે. બુધવારની રાત્રી દરમિયાન ખાનપુર વિસ્તારમાં ઉસ્માની મંઝિલ પાસે પૈસાની લેતીદેતી મામલે શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુ નામના આરોપીએ સાબીર હુસેન નામના વ્યક્તિની હત્યા કરી નાખી હતી. રાત્રિના 11 વાગ્યાની આસપાસ પીઠના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી, જેને લઈને શાહપુર પોલીસ અને કારંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
ભક્તો માટે મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ; 40 લાખ બોક્સ બનાવાશે, આ રીતે બને છે પ્રસાદ
પોલીસ તપાસમાં સામે આવી છે કે પૈસાની લેતીદેતી મામલે આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રકજક ચાલી રહી હતી જે ગઈકાલે લોહિયાળ સાબિત થઈ અને શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુએ સાબીર હુસેનની બેરહેમી પૂર્વક રસ્તાની વચ્ચોવચ ખુલ્લેઆમ હત્યા કરી નાખી. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં હત્યારો મૃતકને ચપ્પુના ઘા મારી હત્યા કરતાની સાથે જ ઘટના સ્થળ પર લોહી લુહાણ થઈ જાય છે.
ગુજરાતના ખેડૂતો થશે માલામાલ! ફેંકી દેવાતા ફળોના છોતરામાંથી ખેડૂતો મેળવી શકે છે આવક
આ મામલે મૃતકના ભત્રીજાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતક દ્વારા પાંચ વર્ષ પહેલા આરોપી પાસે લગ્ન પ્રસંગ માટે રૂ. 20,000 હજાર ના લીધા હતા. તેને અવાર નવાર આરોપી દ્વારા માંગણી કરવામાં આવતી હતી. જેથી ગઈકાલે પૈસા લેવા માટે ખાનપુર વિસ્તારમાં બોલાવ્યો અને તેની હત્યા કરાઈ.
ગુજરાતમાં એક નહીં, બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું હશે ખતરનાક, જાણો ક્યારે આવશે
પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવી છે કે આરોપી સામે અગાઉ પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આરોપીને પકડવા ની તજવીજ પણ હાથ ધરી છે.
ક્યારે અટકશે નશાનો કારોબાર? અ'વાદમાં ઝડપાયું લાખોનું ડ્રગ્સ,ખુલ્યું રાજસ્થાન કનેક્શન