હવે ગુજરાતના ખેડૂતો થશે માલામાલ! ફેંકી દેવાતા ફળોના છોતરામાંથી પણ હવે ખેડૂતો મેળવી શકે છે આવક
દક્ષિણ ગુજરાતમાં તરબૂચ, કેળા, પપૈયા, જમરૂખ, કેરી, ચીકુ જેવા ફળો તેમજ મોટા પ્રમાણમાં શાકભાજી પાકો થાય છે. જેમાં ઘણીવાર બજારમાં સારો ભાવ ન મળતા કે વધારે વરસાદમાં ફળોમાં ખરણ થતા ખેડૂતોને આર્થિક માર પડે છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: ફળમાંથી મુલ્યવર્ધન થાય છે. પરંતુ ફેંકી દેવાતા ફળોના છોતરામાંથી પણ ખાદ્ય વસ્તુઓ બનાવી ખેડૂત આવક મેળવી શકે છે. ત્યારે શાકભાજી અને ફળો પકવતા ખેડૂતો તેમના ઉત્પાદનનું મુલ્યવર્ધન કરીને નાનો ગૃહ ઉદ્યોગ અથવા ફેક્ટરી શરૂ કરી પગભર થઈ શકે એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે નવસારી કૃષિ યુનીવર્સિટીના પોસ્ટ હાર્વેસ્ટિંગ વિભાગ દ્વારા ત્રિ-દિવસીય તાલીમ શિબિર યોજવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના 20થી વધુ ખેડૂતો ઉત્સાહથી જોડાયા છે.
દક્ષિણ ગુજરાતમાં તરબૂચ, કેળા, પપૈયા, જમરૂખ, કેરી, ચીકુ જેવા ફળો તેમજ મોટા પ્રમાણમાં શાકભાજી પાકો થાય છે. જેમાં ઘણીવાર બજારમાં સારો ભાવ ન મળતા કે વધારે વરસાદમાં ફળોમાં ખરણ થતા ખેડૂતોને આર્થિક માર પડે છે. ત્યારે ફળોને સુકવીને તેનો પાવડર, ચિપ્સ વગેરે બનાવવાની પદ્ધતિ છે. પણ હવે નવસારી કૃષિ યુનિવર્સીટીના પોસ્ટ હાર્વેસ્ટિંગ વિભાગ દ્વારા ફળ અને શાકભાજીમાં મુલ્યવર્ધનના 30થી વધુ સંશોધનો કરવામાં આવ્યા છે. જેમાં તરબૂચ અને કેળાની ફેંકી દેવાતી છાલનો ઉપયોગ કરીને પણ ખડૂતો આવક મેળવી શકે એવી ખાદ્ય વસ્તુઓ બનાવાઈ છે.
જેથી ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનોમાંથી મુલ્યવર્ધન થકી સારી આવક મેળવી શકે એવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં નવસારી, બારડોલી, મહુવા સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ ગામડાઓના 20 થી વધુ ખેડૂતોને ફળો અને શાકભાજીમાં મુલ્યવર્ધનની ત્રિદિવસીય તાલીમ ગોઠવવામાં આવી છે. જેમાં ફેંકી દેવાતી કેળાની છાલમાંથી સેવ, તરબૂચના છોટલામાંથી કેન્ડી, કેરી, જમરૂખ, ચીકુ જેવા ફળોમાંથી જ્યુસ અને પલ્પ, ભાજી, ફળ અને શાકભાજીના રસનો ઉપયોગ કરી પાસ્તા, અથાણા, ચટણી તેમજ ફળ અને શાકભાજીની સુકવણી કેવી રીતે કરી તેના થકી આર્થિક ઉપાર્જન કરી રીતે કરવું એની તાલીમ આપવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ખેડૂતો ઉત્સાહ સાથે ફળ અને શાકભાજીમાંથી મુલ્યવર્ધન શીખી રહ્યા છે. જેમાં ફળોને સૂકવવાની પદ્ધતિ સાથે તેને કાપ્યા બાદ લાંબા સમય સુધી કેવી રીતે સાચવી શકાય તેની સાથે જ પાસ્તા, અથાણા, ચટણી, કેન્ડી, સેવ, વેફર, બિસ્કીટ જેવી વિવિધ વસ્તુઓ કેવી રીતે બનાવવી, કેટલા પ્રમાણમાં કઈ કઈ વસ્તુઓનું મિશ્રણ કરવું, કેટલા તાપમાને ગરમ કરવું જેવી વિસ્તૃત તાલીમ આપવામાં આવી છે.
તાલીમમાં ખેડૂતોએ જાતે કેળાને સુકવવા સાથે જ વેફર અને તેની છાલમાંથી સેવ, તરબૂચના છોટલામાંથી કેન્ડી, કેરીનું જ્યુસ અને જમરૂખનો પલ્પ જેવી વસ્તુઓની તાલીમ લઇ ખેતીમાં થતા નુકશાન સામે મુલ્યવર્ધન જરૂરી હોવાનું અનુભવ્યું હતું. આ તાલીમ બાદ મહિલાઓ ગૃહ ઉદ્યોગ સ્થાપી શકે છે. જયારે કોઈ ખેડૂત પોતાનો વ્યવસાય શરૂ કરી પગભર થઇ શકશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ખેતીમાં ઉપજ વધારવા સાથે જ તેનો સારો ભાવ મળી શકે એ માટે મુલ્ય વર્ધન જરૂરી બન્યું છે. ત્યારે ફળ અને શાકભાજી પકવતા દરેક ખેડૂતો આ પ્રકારની તાલીમ લેતા થાય, તો જ તેઓ આર્થિક નુકશાનીમાંથી બચી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે