ભરત ચૂડાસમા/ભરૂચ :લોકડાઉન (Lockdown) બાદ ગુજરાતમાં બેકાર બનેલા અને અકળાયેલા પરપ્રાંતિયો વતન જવાની જીદે ચઢ્યા છે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રહે છે, જેઓ હાલ કામ ન હોવાથી પોતાના વતન જવા ઈચ્છી રહ્યાં છે. સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જે લોકો સુવિધા મેળવી શક્યા છે તે પરપ્રાંતિયો (migrants) પોતાનો કાબૂ ગુમાવી રહ્યા અને રસ્તા પર ઉતરી આવ્યા છે. રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં પરપ્રાંતિયો વતન જવાની ઈચ્છા દર્શાવીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે ભરૂચના  દહેજમાં વતન જવા માટે ધીરજ ગુમાવેલ પરપ્રાંતિયોએ હોબાળો મચાવ્યો હતો. જોલવા નજીક માર્ગ પર તમામ દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો. જેથી દહેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પણ અમદાવાદના GMDC મેદાનમાં 1000થી વધુ પરપ્રાંતિયો એકઠા થયા 


વહીવટી તંત્ર દ્વારા શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે ખાસ ટ્રેન ઉપાડવામાં આવે છે. પરંતુ આ ટ્રેન માટેનું જે ભાડું છે તે જે તે વિભાગમાં આ શ્રમિકોએ જમા કરાવી દીધું છે. તેમજ તેઓનું મેડિકલ પણ ક્લિયર થયું હોવા છતાં પણ હવે તંત્ર દ્વારા ટ્રેન રદ્દ થઈ ગઈ હોવાની અફવા ફેલાતા શ્રમિકો અધીરા બની ગયા હતા. દહેજના જોલવા અને દેરોલ ચોકડી પર પરપ્રાંતિય શ્રમિકોએ હોબાળો કરી અને ચક્કાજામ કર્યુ હતું.


ગુજરાતમાં હવે કોરોનાના ગંભીર દર્દીઓને 40 હજારની કિંમતના ખાસ ઈન્જેક્શન અપાશે


જોલવા માર્ગ પર મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ કારણે અહી ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓની લક્ઝરી બસો તેમજ અન્ય વાહનોને રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેથી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ પોલીસ અધિકારીઓ દ્વારા પરપ્રાંતિયોને સમજાવી અને પરત થઈ જવા માટેની વિનંતી કરવામાં આવી રહી છે. 


વાપીમાં કામદારોનો હોબાળો
વાપીના મોરાઈમાં આવેલી વેલસ્પન કંપનીમાં પણ આજે હોબાળો થયો હતો. પગાર મુદ્દે કામદારોએ હોબાળો મચાવ્યો હતો. 150 થી વધુ કામદારોએ બબાલ કરી હતી. કંપની સંચાલકો દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર