નવી દિલ્હી: આઇએમટી સ્થિત અમૂલના પેકેજિંગ પ્લાન્ટ પર ગુજરાતની બનાસ ડેરીથી આવતું દૂધ ચોરી કરી વેચવામાં આવતું હતું. આ ચોરી પ્લાન્ટના કર્મચારી જ એક રેકેટ બનાવીને કરાવી રહ્યાં હતા. ગત વર્ષ જુલાઇથી શરૂ થયેલી આ ચોરીમાં નવેમ્બર સુધીમાં 1.29 કરોડ રૂપિયાનું દૂધ ચોરી કરવામાં આવ્યું છે. આ ખુલાસો ક્રાઇમબ્રાંચ અનઆઇટીએ 4 પ્લાન્ટ કર્મચારી જે ગુજરાતના રહેવાસી છે, ચાર અન્ય વ્યક્તીઓની ધરપકડ શનિવારે કરી હતી. આરોપી પાસેથી ક્રાઇમ બ્રાંચને 80 લાખ રૂપિયા પણ મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: શામળાજી પાસે બની હીટ એન્ડ રનની ઘટના, અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત


ક્રાઇમ બ્રાંચ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે બાતમીદારે તેમને જાણકારી આપી હતી કે કૈલી બાયપાસ રોડ પરથી દૂધનું ટેન્કર ચોરીથી બીજામાં ફેરવવામાં આવે છે. ક્રાઇમ બ્રાંચે નવેમ્બરમાં દરોડા પાડ્યા તો ટેન્કર તેમજ ડ્રાઇવર મહેશ કુમાર મળ્યા હતા. મહેશની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરવા પર સમગ્ર મામલો સામે આવ્યો હતો. પ્લાન્ટની અંદર લિક્વિડ મિલ્ક પ્રોડક્ટ હેડ અમૂત ચૌધરીના ઇશારા પર પ્લાંટની અંદરથી દૂધ નિકાળીને ચોરી કરી વેચવામાં આવી રહ્યું હતું.


વધુમાં વાંચો: વર્લ્ડ રેકોર્ડ: માત્ર 7 વર્ષના જુનિયર મિલખાસિંગે 2.27 કલાકમાં પૂર્મ કરી હતી કારગીલ મેરેથોન


પ્લાન્ટથી ટેન્કર નિકાળ્યા બાદ તેનું દૂધ યૂપીના નિવાસી જીતુ, આરિફ તેમજ અજય બીજા ટેન્કરમાં ભરીને મેરઠ, નોઇડા, બુલંદશહેરમાં વેચતા હતા. ક્રાઇમબ્રાંચે પ્લાન્ટથી રેકોર્ડ મંગાવ્યા તો 15 ટેન્કરની ગરબડ મળી હતી. ત્યારે આરોપી કર્મચારી પણ પ્લાન્ટની નોકરી છોડવા લાગ્યા હતા. આ પછી, પ્લાન્ટમાં રહેલા ટેન્કર માલિક અનિલકુમારે 30મી નવેમ્બરના રોજ સદર બલબગઢ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. 


વધુમાં વાંચો: ટ્રાફિક પોલીસનો નવો પ્રોજેક્ટ, ઇ-મેમો નહિ ભરનારની સામે થશે આ પ્રકારની કાર્યવાહી


આ કેસની તપાસમાં ક્રાઇમ બ્રાંચ અનઆઇટીએ 8 આરોપીની ધરપકડ કરી કેસ પ્રાપ્ત કરી હતી. ક્રાઇમ બ્રાંચના જણાવ્યા અનુસાર આ મામલે પ્લાન્ટના એલએમપી ઇન્ચાર્ડ અમૃત ચોધરી, કાંટા ઇન્ચાર્જ અશોક, સહિત કર્મી શૈલેશ, મહેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે.


વધુમાં વાંચો: તો શું અમદાવાદની ઓળખ ગણાતી AMTSની બસ હવે બંધ થઇ જશે?


આ બધા કર્મચારીઓ ગુજરાતના બનાસકાંઠાના નિવાસી છે. ત્યારે, બહારમાં ટેન્કર ચાલક મહેશ, ઢાબા સંચાલક અજય ઉર્ફે ભૂરા, જીતુ અને આરિફની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત નિવાસી કંપની કર્મચારી પાસેથી 68 લાખ રૂપિયાની કેસ પ્રાપ્ત થઇ છે. ક્રાઇમ બ્રાંચે અન્ય આરોપી પાસેથી બાકી રકમની વસૂલાત જોવી જોઈ છે. સિક્યોરિટી ઇન્ચાર્જ નરેન્દ્ર પણ આ કેસમાં આરોપી છે. જે હાલમાં ફરાર છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...