ગુજરાતમાં હાઈ-વે પર દૂધની નદીઓ વહી! મફતનું દૂધ લૂંટવાની લાહ્યમાં માનવતા નેવે મુકાઈ
ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા રસ્તા ઉપર દૂધની નદીઓ વહી હતી. ગ્રામજનોએ દૂધ લેવા માટે ડોટ મૂકી હતી. લોકો વાસણો લઈ દૂધ ભરવા દોડી ગયા હતા.
જયેશ ભોજાણી/ગોંડલ: જેતપુર નેશનલ હાઈ-વે પર દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું. મિલ્ક ટેન્કર ઊંધું વહી જતા રસ્તા પર દૂધની નદીઓ વહી હતી. સ્થાનિક લોકો રસ્તા પર ઢોળાયેલું દૂધ ભરવા માટે દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત ડ્રાઇવર બેભાન હાલતમાં કલાકો સુધી કેબીનમાં પડ્યો રહ્યો હતો.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો નવો ધડાકો! એક સાથે બે-બે આગાહી કરીને લોકોને ચેતવ્યા
સ્થાનિક લોકો રસ્તા પર ઢોળાયેલું દૂધ ભરવા માટે દોડી ગયા
ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા રસ્તા ઉપર દૂધની નદીઓ વહી હતી. ગ્રામજનોએ દૂધ લેવા માટે ડોટ મૂકી હતી. લોકો વાસણો લઈ દૂધ ભરવા દોડી ગયા હતા. દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયાનો બનાવ રાત્રે બન્યો હતો. રાત્રે બનેલી ઘટના બાદ પરોઢિયે લોકોનું ટોળું દૂધ ભરવા દોડી ગયું હતું.
વડોદરાની વધુ એક શાળાની ઘોર બેદરકારી! બાળકો જોખમી રીતે દરિયા કાંઠે બેસેલા જોવા મળ્યા
મફતનું દૂધ લૂંટવાની લાહ્યમાં માનવતા નેવે મુકાઈ
દૂધ લૂંટવાની લાહ્યમાં માનવતાને નેવે મુકાઈ હતી. ટેન્કરના કેબિનમાં જોવાની કોઈએ તસ્દી લીધી ન હતી. ટેન્કરના કેબિનમાં ડ્રાઇવર બેભાન હાલતમાં પડ્યો હતો. જ્યારે સવારે ૯:૩૦ કલાકે ખબર પડી હતી કે ડ્રાઈવર કેબિનમાં ઈજાગ્રસ્ત અને બેભાન હાલતમાં કેબીનમાં ફસાયો છે ત્યાર બાદમાં જાગૃત નાગરિકે 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી. ડ્રાઇવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વડોદરાની વધુ એક શાળાની ઘોર બેદરકારી! બાળકો જોખમી રીતે દરિયા કાંઠે બેસેલા જોવા મળ્યા
રાજકોટ સાઈડથી આવતું ટેન્કર જેતપુર તરફ જતું હતું. ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકઠા થયા હતા. લોકોએ ઘટનાના ફોટાઓ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.
સાવધાન! આ 'રોગાચાળા'એ અ'વાદને ભરડામાં લીધું, ખાલી સોલા સિવિલની OPDમાં 12 હજાર દર્દી