જૂનાગઢ : જીલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામે ખેડૂત સાથે છેતરપીંડી કરનાર છ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. ખેતરમાં જમીનમાં માયા (સોનું) હોવાનું જણાવી 4.71 લાખની છેતરપીંડી કરવામાં આવી હતી. ફરીયાદી ઉપર દેણું થઈ જતાં જમીન વેચી હતી. જેના રૂપિયા આવ્યા હોવાની જાણ થતાં ફરીયાદીને શિશામાં ઉતારવાનો પ્લાન બનાવાયો હતો. આરોપીને સોનું બતાવીને છેતરપીંડી કરવામાં માહિર એવા શખ્સ સાથે સંપર્ક હતો. જેથી તાંત્રિક વિધિ કરીને જમીનમાં સોનું મળશે તેના માટે પહેલા 51 હજારના ખર્ચે પીત્તળના બિસ્કીટને સોનાના બિસ્કીટ ગણાવી ફરીયાદીને વિશ્વાસમાં લઈ બાદમાં 4.20 લાખની રકમ લીધી હતી. તાંત્રિક વિધિ કર્યા બાદ રૂપિયા લઈ બે ત્રણ દિવસ પછી સોનું મળશે તેવું જણાવી આરોપી ફરાર થઈ ગયા હતા. ત્રણ દિવસ પછી જમીનમાંથી કશું નહીં નીકળતાં પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતાં ખેડૂતે ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદને આધારે પોલીસે તમામ છ આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને ખબર પડી? ધરતીકંપથી ધણધણ્યું સૌરાષ્ટ્ર! આ વિસ્તારોમાં ધરતીકંપથી ફફડાટ


જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામે ફરીયાદી ભૂપતભાઈ રામાણી ઉપર દેણું થઈ ગયું હતું. જેથી પોતાની જમીન વહેંચી નાખી હતી જેના રૂપીયા હોવાનું આરોપી લાલજીભાઈ લીંબાણીને જાણવા મળ્યું હતું. જેની જાણ આરોપી રવજીભાઈ રાઠોડને કરીને ફરીયાદી ભૂપતભાઈને શીશામાં ઉતારવાનો પ્લાન બનાવવામાં આવ્યો. ત્યારબાદ રવજીભાઈને કાળુશા ફકીર સાથે સંપર્ક હતો અને કાળુશા સોનું બતાવીને છેતરપીંડી કરવામાં માહિર હતો, તેથી આ ત્રણેય આરોપીઓએ ફરીયાદી ભૂપતભાઈને તેની જમીનમાં સોનું છે તેમ કહી જો તેની વિધિ કરવામાં આવે તો ફરીયાદી ભૂપતભાઈ માલામાલ થઈ જશે તેવી લાલચ આપી હતી. પહેલાં વિધિ માટે સ્મશાનની ભભૂતિ જોઈશે અને તેના માટે 51 હજારનો ખર્ચ થશે તેમ કહીને આરોપી દિનેશભાઈ રાઠોડ ભભૂતિ લઈ આવ્યા હતા. 


ગુજરાતમાં ગુંડારાજ? અમદાવાદ, અમરેલી અને સુરતમાં જ્વેલર્સની દુકાનોમાં ફિલ્મી સ્ટાઇલે લાખો રૂપિયાની લૂંટ


ખેતરમાં આયોજન પૂર્વક વિધિ કરીને પિત્તળના બિસ્કીટને સોનાના ગણાવીને જમીનમાંથી કાઢી આપવામાં આવ્યા હતા. જેથી ફરીયાદી ભૂપતભાઈને વિશ્વાસ આવી ગયો, ત્યારબાદ આરોપીઓ દ્વારા વધુ સોનું કાઢવા માટે સાડા સાત તોલાનો સોનાનો નાગ જોઈશે તેમ કહીને 4.20 લાખ રૂપીયાની રકમ ફરીયાદી પાસેથી લેવામાં આવી. ફરીવાર પિત્તળના નાગને સોનાનો ગણાવીને બે ત્રણ કલાક સુધી ખેતરમાં વિધિ કરવામાં આવી અને વિધિ કર્યા બાદ બે ત્રણ દિવસ પછી જમીનમાંથી સોનું નીકળશે તેમ કહીને તમામ આરોપી ફરાર થઈ ગયા હતા. 


જો વિમલ ગુટખા ખાતા હો તો સાવધાન ! તત્કાલ મોત થશે અને કારણ ખબર પણ નહી પડે


બે ત્રણ દિવસ બાદ જ્યારે ફરીયાદી ભૂપતભાઈએ જમીન ખોદીને જોયું તો તેમાંથી કોઈ સોનું નહીં નીકળતાં પોતે આરોપીનો સંપર્ક કર્યો હતો. પરંતુ આરોપીઓએ ખોટા વાયદાઓ કર્યા અને મોબાઈલ ફોન બંધ કરી દેતાં ફરીયાદી ભૂપતભાઈને પોતે છેતરપીંડીનો ભોગ બન્યાનો અહેસાસ થયો અને ભૂપતભાઈએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ભૂપતભાઈની ફરીયાદને લઈને વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી અને અલગ અલગ જગ્યાએથી તમામ છ આરોપીને ઝડપી લેવાયા હતા. 


25થી વધારે ગુજરાતીઓ સાથેની બસને આબુમાં નડ્યો અકસ્માત, 1નું મોત 5 ગંભીર


રોકડ રૂપીયા ત્રણ લાખ, ગુન્હાના કામમાં વપરાયેલ કાર સહીત 6 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની પુછપરછ દરમિયાન આરોપીઓએ કબુલાત આપી કે તેમણે વધારાની રકમ દિવમાં પાર્ટી કરી અય્યાશીમાં ઉડાવી વાપરી નાખી હતી. હાલ વિસાવદર પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રૂપીયા રીકવર કરવા તથા આરોપીઓએ અગાઉ અન્ય જીલ્લામાં કોઈ ગુન્હા કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ અને પુછપરછ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube